બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / બોટાદના નગર દેવી અંબાજીનું 900 વર્ષ જૂનું મંદિર, માનો આદેશ થયો અને થઈ શહેરની સ્થાપના
Last Updated: 06:39 AM, 6 October 2024
બોટાદ શહેરના મધ્યમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર આવેલુ છે. બોટાદ શહેરનુ કોઈ અસ્તિત્વ નહોતુ તે પહેલાનુ અંબાજી માતાજીનુ મંદિર ૯૦૦ વર્ષ પ્રાચીન છે. બોટાદના મધ્યનો મુખ્ય વિસ્તાર હાલ અંબાજી ચોક તરીકે ઓળખાય છે. શહેરની મોટા ભાગની દુકાનો અંબાજી ચોકમાં આવેલી હોવાથી તે મુખ્ય વેપાર ધંધા સાથે સંકળાયેલો છે. અને અંબાજીનુ મંદિર પણ આ જ ચોકમાં આવેલુ હોવાથી માતાજી શહેરની દેવી તરીકે પ્રસિદ્ધ છે. બોટાદ શહેરની મધ્યમાં અંબાજી મંદિર આવેલું છે. માતાજીનુ મંદિર વર્ષો જૂનુ છે, બોટાદનુ કોઈ અસ્તિત્વ નહોતુ તે પહેલાનુ અંબાજી માતાનુ મંદિર છે.. વર્તમાન સમયમાં અંબાજી ચોક તરીકે ઓળખાતા બોટાદના મુખ્ય વિસ્તારમાં અંબાજી માતા બિરાજમાન છે. અંબાજી ચોક મોટા પ્રમાણમાં વેપાર ધંધા સાથે સંકળાયેલો વિસ્તાર છે. જ્યાં મોટા પ્રમાણમાં દુકાનો આવેલી છે. ચોકમાં અંબાજી માં બિરાજમાન છે. બોટાદના શહેરીજનો અંબે માતાજીને શહેરની દેવી માને છે. માતાજીનુ મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે અને મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT
બોટાદના નગર દેવી મા જગદંબા
ADVERTISEMENT
900 વર્ષ પહેલા જ્યારે બોટાદ શહેરનુ કોઈ અસ્તિત્વ નહોતુ ત્યારે હાલના અંબાજી ચોક તરીકે ઓળખાતા સ્થળે એક ટેકરી પર અંબાજી માતાની નાની દેરી હતી. ત્યાં વર્ષો પહેલા રાજસ્થાનમાંથી ચાવડા પરિવાર રાજસ્થાન છોડી જુનાગઢ થઈ બોટાદ આવેલા અને અંબાજીની દેરી પાસે રાત્રે રોકાણ કરેલુ ત્યારે માતાજી ચાવડા પરિવારને સહાયરૂપ થયા હતા..ચાવડા પરિવારના કુળદેવી ચામુંડા માં હતા તેમ છતાં અંબાજી માતાએ શક્તિ રૂપે તેમને સહાય કરી અને માતાજીએ તે પરિવારને બોટાદ સ્થાયી થાવ તમારો વંશ સુખરૂપ આગળ વધશે તેમ કહ્યુ હતુ..ચાવડા પરીવારે માતાજી પાસે પ્રમાણ માગ્યું હતું. અને જ્યારે માં અંબાએ પ્રમાણ આપ્યુ એટલે ચાવડા પરિવાર આ સ્થળ પર સ્થાયી થઈ સાત ઘરોને એક કરીને નાનુ ગામ વસાવી. ગામના પાદરે તોરણ બાંધ્યુ હતું. અને ત્યારથી ચાવડા પરીવાર બોટાદરા તરીકે ઓળખાયા. બોટાદરા પરિવાર આ સ્થળે સ્થાયી થયા અને શહેર વસ્યુ, હાલમાં બોટાદ શહેરમાં બોટાદરા સમાજની આશરે 25 000ની વસ્તી વસવાટ કરે છે. વર્ષો વીતતા ગયા, ધીમે ધીમે શહેરનુ નિર્માણ થતું ગયું અને એક નાની એવી અંબાજી માતાજીની દેરી હતી તે આજે શિખરબંધ મંદિર બની ગયું છે. અને હાલ અંબાજી મંદિર બોટાદના શહેરીજનોનુ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અંબાજી ચોકની આજુબાજુમાં રહેતા પરિવારો અંબાજી માતામાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે. તેમનુ માનવુ છે કે માતાજીના અમારા પર સદાય આશીર્વાદ રહે છે અને અમારા સ્વાસ્થ્ય હંમેશા સારા રહે છે.
આ પણ વાંચો: ઘરના મુખ્ય દરવાજા પર અમીર લોકો લગાવે છે આ શુભ વસ્તુઓ, તિજોરી રહેશે રૂપિયાથી છલોછલ
બોટાદવાસીઓની આસ્થાનું કેન્દ્ર
બોટાદ શહેરનાં અંબાજી ચોકમાં નાનકડી દેરીમાંથી હાલ શિખરબંધ બનેલા પ્રાચીન અંબાજી મંદિરમાં બિરાજમાન શહેરની દેવી માં અંબાના દર્શન કર્યા બાદ જ બોટાદના વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ કરે છે. અંબાજીચોકમાં દુકાનોની સાથે રહેણાક મકાનો પણ આવેલા છે. ચોકમાં રહેતા શહેરીજનો નિયમિત માતાજીના દર્શન કરવા મંદિરે આવે છે અને મંદિર દ્વારા કરવામાં આવતા દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણીમાં સહભાગી થાય છે. નવરાત્રી દરમ્યાન મંદિરે ભવ્ય આયોજન થાય છે. માતાજીના ગરબાની સુંદર ઉજવણી કરવામાં આવે છે. અને આઠમના દિવસે મંદિરે હવન કરવામાં આવે છે. બોટાદ શહેરની દેવી તરીકે પ્રચલિત માં અંબાજીના મંદિરે મોટી સંખ્યામાં શહેરીજનો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.