બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / During the campaign of Ganiben people are donating with open heart daily contribution is 1 lakh to 1.5 lakh
Last Updated: 08:30 PM, 12 April 2024
બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યાં છે. બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે. ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા ગેનીબેનને 51 હજાર રૂપિયાની મદદ કરવામાં આવી હતી.ગેનીબેને જાહેરસભામાં જ કહ્યું હતું કે મારો ચૂંટણીખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રાજ્યમાં સૌથી મોટી ટક્કર બનાસકાંઠા બેઠક પર થઇ રહી હોય તેવો માહોલ છે.. અહીં ભાજપ અને કોંગ્રેસના બન્ને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર હાલમાં જ આક્રમક અંદાજમાં ભાજપ અને પોલીસ તંત્ર પર ત્રાટક્યા છે. ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ચૂંટણી સમયે જ પોલીસ કાર્યવાહી કરી છે અને ઠાકોર સમાજને દબાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.