બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress spokesperson said that former Congress MP Soma Patel has given false resignation
Dinesh
Last Updated: 05:47 PM, 12 April 2024
લોકસભાની ચૂંટણીને લઈ રાજકારણમાં બપોરના તાપ જેવો ઉકળાટ ઉદભવ્યો છે. રાજ-પાટ માટે રાજનૈતિક પેતરાઓની જોરદાર ભરમારથી ભરેલું માહોલ બની રહ્યું છે. સભાઓ, પ્રચાર અને પ્રદેશના કાર્યલયોમાં બેઠકનો દોરની પણ મોસમ ફૂલ બહારે ખીલી છે. આ સાથો સાથ પક્ષપલટા અને રાજીનામાના દોર પણ જામ્યા છે. તો વળી આક્ષેપો અને આરોપો તો અણનમ છે. ત્યારે ગઈકાલે સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યો હતો, જ્યારે આજે કોંગ્રેસના ડૉ.મનિષ દોશી તેમના આ રાજીનામો જુઠ્ઠાણાથી ભરેલો હોવાનો ગણાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
2020માં સોમા પટેલને સસ્પેન્ડ કરાયા હતા: ડૉ.મનિષ દોશી
કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમા પટેલે જૂઠ્ઠ રાજીનામું આપ્યો હોવાનો કોંગ્રેસના પ્રવકતાએ જણાવ્યું છે. પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ સોમા પટેલના તમામ દાવાને ખોટો ગણાવતા કહ્યું કે, તેઓએ વ્યક્તિગત રાજકીય લાભ માટે આ દાવો કર્યો છે. પક્ષ વિરોધી કામગીરી બદલ 2020માં સોમા પટેલને સસ્પેન્ડ કરાયા હતા. તત્કાલિન પ્રમુખ અમિત ચાવડાએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.
'રાજકીય લાભ માટે રાજીનામું આપ્યું'
મનિષ દોશીએ કહ્યું કે, સોમા પટેલ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે પણ નથી અને પ્રાથમિક સભ્ય ન હોય તો કોંગ્રેસમાથી રાજીનામુ કેવી રીતે આપી શકે? વ્યક્તિગત રાજકીય લાભ માટે કેટલાક માધ્યમોમાં તેઓએ રાજીનામુ આપ્યું છે.
વાંચવા જેવું: જીવદયાના નામે કૌભાંડ !, 'રોજ 5થી7 ગાયોના થાય છે મોત' કોંગ્રેસના ગંભીર આક્ષેપ
સોમા પટેલે આપ્યું હતું રાજીનામું
પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રાજીનામું આપ્યું હતું. જે પત્રમાં અંગત કારણથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, હું કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર તથા પૂર્વ ધારાસભ્ય લિંબડી મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.