બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot 5 to 7 cows are dying daily in cattle sheds Mahesh Rajput allegations
Last Updated: 04:35 PM, 12 April 2024
આપણે ત્યાં ગાયોના નામે લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન આપી છે. પરંતુ લાખો કરોડો લોકોમાંથી કેટલાક એવા પણ લોકો હોય છે. જે મુંગા પુશાઓના મુખેથી પણ કોળિયો છીનવી લે છે. આવું જ કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જીવદયાના નામે અપાતી ગ્રાન્ટમાં કૌભાંડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મહેશ રાજપૂતના આક્ષેપો પ્રમાણે, રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટના રાજેન્દ્ર શાહ અને યશ શાહ કરી રહ્યા છે. અને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલા પશુઓના નિભાવ માટે દર મહિને 60 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
'ઢોર ડબ્બામાં રોજ 5થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે'
આક્ષેપો પ્રમાણે દર મહિને રૂપિયા 60 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં ઢોર ડબ્બામાં રોજ 5થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે. અને આ પાછળનું કારણ છે, તેમનો યોગ્ય રીતે નિભાવ નથી કરવામાં આવતો તે છે. ટ્રસ્ટના સંચાલકો લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી જાય છે. જેથી પશુઓને પુરતો ખોરાક મળતો નથી. આ કારણે તેમના મોત થઈ રહ્યા છે. મહેશ રાજપૂતના આક્ષેપ પ્રમાણે હાલમાં પણ ઢોર ડબ્બામાં 150થી વધુ પશુઓને રાખવામાં આવ્યા છે. જેમની હાલત પણ દયનિય છે.
જીવદયાના નામે કૌભાંડ
પશુ નિભાવના લાખો રૂપિયા ક્યાં જાય છે?
ઢોર ડબ્બામાં પશુઓના મોતને લઈને આક્ષેપ
60 લાખ ફાળવાય છે, તો પશુઓ કેમ મરે છે?
પશુ નિભાવના રૂપિયા કોણ ચાંઉ કરી જાય છે?
કોંગ્રેસના આક્ષેપોમાં કેટલું સત્ય છે?
સળગતા સવાલ
જીવદયાના નામે કોણ લાખો રૂપિયા ચાંઉ કરી રહ્યું છે?
પશુ નિભાવ માટે 60 લાખ રૂપિયા ઓછા પડે છે?
શું રોજ 2 લાખ રૂપિયાનો ચારો પશુઓ ખાઇ જાય છે?
પાંજરાપોળમાં ગાયોને મારવા માટે પુરવામાં આવે છે?
શું ગાયોના નામે લાખો રૂપિયા જીવદયા ટ્રસ્ટ ચાંઉ કરે છે?
ગાયોના નિભાવ માટે 2 લાખનો ખર્ચ તો મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?
રોજ 5 થી 7 ગાયો મરવા પાછળનું કારણ શું છે?
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.