બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Meteorological Department forecast of seasonal rains in the state
Last Updated: 03:47 PM, 12 April 2024
રાજ્યમાં કમોસમી વરસાદની આહવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. ત્યારે વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં આજે વરસાદ પડી શકે છે. તેમજ આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવનાં છે. જ્યારે દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
આવતીકાલે વલસાડ,નવસારી,ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર થઈ આચારસંહિતા ભંગની ફરિયાદ, કોંગ્રેસે રજૂ કર્યા પુરાવા
આગામી 2 દિવસ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો થશે ઘટાડો
હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે 13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.