બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Dubai ruler princess caught having affair with body guard dispute enters court

WORLD / દુબઈની રાજકુમારીના બોડીગાર્ડ સાથેના સંબંધોનો ઘટસ્ફોટ, બાદમાં રાજાએ જે પગલું ભર્યુ તે...

Published By: Shalin

Last Updated: 05:50 PM, 21 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની રાજકુમારી પત્નીએ તેના બોડીગાર્ડ સાથે અફેર કર્યું હતું.

રાજકુમારી હયાએ બોડીગાર્ડને તેમના સંબંધો વિશે ચૂપ રહેવા માટે લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતા. ડેઈલી મેલે બ્રિટિશ કોર્ટમાં સુનાવણીના આધારે આ દાવો કર્યો છે. દુબઇના શાસકે રાજકુમારી હયાને જાણ કર્યા વિના શરિયા કાયદા હેઠળ ફેબ્રુઆરી 2019માં તેને છૂટાછેડા આપી દીધા હતા.

પ્રિન્સેસ હયા

રિપોર્ટ અનુસાર પ્રિન્સેસ હયાનો બોડીગાર્ડ વિવાહિત હતો. પરંતુ અફેરને કારણે બોડીગાર્ડના લગ્ન તૂટી ગયા હતા. પ્રિન્સેસ હયાએ દુબઇ છોડી દીધું છે અને ઘણાં વર્ષોથી બ્રિટનમાં રહે છે. બાળકોની કસ્ટડી અંગે રાજકુમારી હયા પર યુકેની એક અદાલતમાં કેસ કરવામાં આવ્યો હતો અને હયાના પક્ષમાં ચુકાદો આવ્યો હતો.

પ્રિન્સેસ હયા તેના બોડીગાર્ડને ખૂબ મોંઘી ગિફ્ટ્સ આપતી હતી જેમાં 12 લાખની ઘડિયાળ અને 50 લાખની ગન જેવી ચીજોનો સમાવેશ થતો હતો. પ્રિન્સેસ હયા દુબઈ શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમની છઠ્ઠી અને સૌથી નાની પત્ની હતી. એવું માનવામાં આવે છે કે રાજકુમારીના બોડીગાર્ડ સાથેના અફેરની શરૂઆત 2016માં થઈ હતી.

રિપોર્ટ અનુસાર 46 વર્ષીય પ્રિન્સેસ હયાનું બ્રિટનના 37 વર્ષીય બોડીગાર્ડ રસેલ ફ્લાવર સાથેનું અફેર લગભગ 2 વર્ષ ચાલ્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સેસ હયાએ રસેલ સાથેના તેમના સંબંધો અંગે ચૂપ રહેવા માટે અન્ય ત્રણ બોડીગાર્ડને કરોડો રૂપિયા પણ આપ્યા હતા.

રાજકુમારી હયા 2018માં દુબઇથી ભાગી ગઈ હતી અને હવે તે લંડનમાં રહે છે. તે બે બાળકોની માતા છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, જ્યારે બોડીગાર્ડ રસેલ ફ્લાવરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી. તે જ સમયે, રાજકુમારી હયાએ રસેલ સાથેના તેના અફેરથી સંબંધિત કેટલાક દાવાઓને નકાર્યા હોવાનું પણ માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dubai London દુબઈ લંડન World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ