બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / dry fruits are good to increase hemoglobin

Health Tips / શરીરમાં હિમોગ્લોબિનની કમી હોય તો કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, પછી જુઓ કમાલ

Arohi

Last Updated: 07:50 PM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમોગ્લોબિન એ બ્લડ સેલ્સમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે, જે શરીરના તમામ ઓર્ગન સુધી ઓક્સિજનનું વહન કરે છે. હિમોગ્લોબિનની ઉણપને પૂરી કરવા માટે ડ્રાયફ્રૂટ્સનું સેવન કરી શકાય છે.

  • હિમોગ્લોબિનનું યોગ્ય લેવલ શરીર માટે ખૂબ જરૂરી 
  • ઉણપ હોય તે કરો આ ડ્રાયફ્રૂટ્સનું સેવન 
  • ફટાફટ વધવા લાગશે હિમોગ્લોબિન 

જો આપણા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવવા લાગે છે. હિમોગ્લોબિન એ રક્ત કોશિકાઓમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે. જે શરીરના તમામ અવયવોમાં ઓક્સિજનનું વહન કરે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે કયા ડ્રાયફ્રુટ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સવારે ખાવ પલાળેલી બદામ 
કહેવાય છે કે દિમાગને તેજ કરવા માટે આપણે રોજ બદામ ખાવી જોઈએ. જો તમારું શરીર હિમોગ્લોબિનની ઉણપને કારણે નબળું પડી ગયું છે, તો દરરોજ સવારે પલાળેલી બદામ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કાજુનું કરો સેવન 
કાજુનો ઉપયોગ ઘણી મીઠાઈઓ અને વાનગીઓમાં થાય છે. કાજુમાં પણ આયર્ન મળી આવે છે. આયર્ન અને હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે કાજુનું સેવન એક કારગર ઉપાય છે.

પિસ્તા પણ છે ખૂબ જ ફાયદાકારક
પિસ્તા હિમોગ્લોબિન વધારવામાં પણ મદદરૂપ છે. પિસ્તાનો સ્વાદ ઘણા લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. જો તમે તેને નિયમિત ડાયેટમાં સામેલ કરો છો, તો શરીરમાં આયર્નનું પ્રમાણ વધશે, જે હિમોગ્લોબિનની ઉણપને દૂર કરશે.

અખરોટ કરશે અસર 
અખરોટમાં ગજબના ન્યૂટ્રિએન્ટ હોય છે. 5 કે 6 અખરોટ ખાવાથી શરીરને લગભગ 0.82 મિલિગ્રામ આયર્ન મળે છે. જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમારે દરરોજ અખરોટનું સેવન કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Dry fruits Health Care Hemoglobin હિમોગ્લોબિન Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ