બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 PM, 23 November 2025
દિલ્હીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ઓપરેશનમાં 262 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ઓપરેશન એક ફાર્મ પર દરોડાથી શરૂ થયું હતું, જ્યાં એક સુરાગના આધારે NCB એ ત્રણ દિવસનું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં એક મોટા ઇન્ટરનેશનલ સિન્થેટિક ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેની તપાસ દરમિયાન, ટીમને એવી માહિતી મળી હતી કે આખું ગેંગ વિદેશી ઓપરેટરોના નિર્દેશનમાં કામ કરતુ હતું. આ દરોડા બાદ શંકાસ્પદોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે દિલ્હી-NCRમાં અનેક સ્થળોએ વોચ ગોઠવી દીધી હતી.
ADVERTISEMENT
આ ઓપરેશનમાં NCB એ 25 વર્ષીય શેન વારિસની ધરપકડ કરી છે,જે ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના મંગરોલી ગામનો રહેવાસી છે. ધરપકડ વખતે નોઈડા સેક્ટર 5, હરોલામાં ભાડે રહેતો હતો અને એક કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતો હતો. જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેના "બોસ" ના આદેશ પર શેને તેના લોકેશન અને એક્ટિવિટીથી બચવા માટે નકલી સિમ કાર્ડ અને WhatsApp અને જાંગી જેવી ચેટ એપ્લિકેશનોનો ઉપયોગ કર્યો હતો.

ADVERTISEMENT
20 નવેમ્બર 2025 ના રોજ શેનની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેને ડ્રગ નેટવર્કમાં તેની ભૂમિકા કબૂલી હતી અને ઘણી જરૂરી વિગતો આપી હતી. તેને એક મહિલા એસ્થર કિમિનીનું નામ પણ જાહેર કર્યું હતું, જેના દ્વારા પોર્ટર રાઇડર દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો મોકલવામાં આવ્યો હતો. તેને તેનું સરનામું અને કોન્ટેક્ટ નંબરની માહિતી પણ NCB ને આપી હતી.
શેનની માહિતીના આધારે 20 નવેમ્બરના રોજ NCB એ છતરપુર એન્ક્લેવ ફેઝ 2 માં એક ઘર પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી 328.54 કિલો મેથામ્ફેટામાઇન પકડવામાં આવ્યું હતું તેની કિંમત 200 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે. શેનની માહિતીએ એજન્સીને માત્ર કન્સાઇન્મેન્ટ રિકવર કરવામાં મદદ નહતી કરી પણ નેટવર્કની વિદેશી લિંક્સ, લોકલ પાર્ટનર, સપ્લાય રૂટ્સ અને ટ્રાન્જેક્શન પદ્ધતિઓ વિશે પણ હિન્ટ આપી હતી.
ADVERTISEMENT
Our govt is shattering drug cartels at unprecedented pace.
— Amit Shah (@AmitShah) November 23, 2025
Fiercely pursuing the top-to-bottom and bottom-to-top approach to the investigation of drugs, a breakthrough was achieved by seizing 328 kg of methamphetamine worth ₹262 crore in New Delhi and arresting two. The…
જેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓપરેશન 'ક્રિસ્ટલ ફોર્ટ્રેસ' હેઠળ મેગા ટ્રાન્સનેશનલ મેથામ્ફેટામાઇન કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ NCB અને દિલ્હી પોલીસની ટીમને અભિનંદન આપ્યા હતા. જેમાં શાહે જણાવ્યું હતું કે આ ઓપરેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નશામુક્ત ભારતના વિઝનને અનુરૂપ એજન્સીઓ વચ્ચેના સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે જણાવ્યું કે સરકાર top-to-bottom અને bottom-to-top એપ્રોચ દ્વારા ડ્રગ કાર્ટેલને નાબૂદ કરવા માટે સતત કામ કરી રહી છે.
ADVERTISEMENT
આ અંગે NCBએ જણાવ્યું છે કે આ કેસ હજુ તેના શરૂઆતના તબક્કામાં છે. NCBની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગ વિદેશ સ્થિત ઓપરેટરો દ્વારા કંટ્રોલ્ડ મોટા ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટનો ભાગ છે. એજન્સી હાલમાં સપ્લાયર્સ, , ફાઇનાન્શિયલ ચેનલો, સ્ટોરેજ પોઇન્ટ અને ટ્રાન્સપોર્ટ રૂટનો સંપૂર્ણ નકશો તૈયાર કરી રહી છે. જેથી આગામી દિવસોમાં વધુ ધરપકડો પણ શક્ય છે. NCB દ્વારા ધરપકડ કરાયેલા બે લોકોમાં નાગાલેન્ડના રહેવાસી એસ્થર કિનિમીનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.