બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Drug packets dumped in sea found near Kutch island
vtvAdmin
Last Updated: 06:52 PM, 1 June 2019
જેને લઈને સુરક્ષા એજન્સીએ FSLની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ હજુ પણ ડ્રગ્સના વધુ પેકેટ મળવાની સંભાવના સેવાઈ રહી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કચ્છમાં પાકિસ્તાની બોટ સાથે 2 શખ્સો ઝડપાયા હતા. હરામીનાળા ક્રિક બોર્ડર પાસેથી શખ્સોને BSFએ ઝડપ્યા હતા. ક્રિક બોર્ડરમાં BSFનું સર્ચ ઓપરેશન યથાવત છે. ત્યારે કોરી ક્રિક બોર્ડર પાસેથી વધુ પાંચ ડ્રગ્સ પેકેટ મળી આવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારબાદ સતત 5 દિવસથી ક્રિક બોર્ડરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ત્યારે BSF અને પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશનને સફળતા મળી હતી. જો કે સુરક્ષા એજન્સીએ FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ ક્રિક બોર્ડર નજીક મળેલ ત્રણ શંકાસ્પદ પેકેટ ડ્રગ્સના હોવાનું સામે આવ્યુ હતું. લખપતના મેડીગામ નજીકથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતાં. સમુદ્રી બેટમાંથી મળેલા પેકેટ્સ ડ્રગ્સના હોવાનું સામે આવ્યું હતું. 15 કરોડના ડ્રગ્સના પેકેટ્સ SOGએ કબજે કર્યા હતા. આ ડ્રગ્સના પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતા.
અગાઉ અલમદિના પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. અલમદીના બોટના ટંડેલે SOGને જોતા દરિયામાં અમુક પેકેટ નાખી દીધા હતાં. જે ડ્રગ્સના પેકેટ્સ તણાઈને દરિયા કાંઠે આવી પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.