ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Driving licence physical copy is not mandatory while driving

બિંદાસ્ત થઈને ચલાવો વાહન / ટ્રાફિક પોલીસ નહીં ફાડે તમારે મેમો, લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ રાખવાની ઝંઝટમાંથી મોટી રાહત

Published By: Dhruv

Last Updated: 04:46 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એક એવી એપ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે તમને ચલણ કાપવાથી બચાવશે અને સાથે તમારે તમારા વાહનનું લાયસન્સ કે વાહનના અન્ય ડોક્યુમેન્ટ્સ પણ સાથે રાખવા નહીં પડે.

ADVERTISEMENT

  • સરકારની DigiLocker App તમને અપાવશે દંડથી રાહત
  • સાથે નહીં રાખવું પડે ડ્રાઇવિંગ લાયસન્સ કે અન્ય ડોક્યુમેન્ટ્સ
  • જાણો તેમાં કઇ રીતે બનાવી શકશો તમારું એકાઉન્ટ?

તમારી સાથે ઘણી વાર આવું બનતું હશે કે જ્યારે તમે તમારું લાયસન્સ ઘરે ભૂલી જતા હોવ અને એવી સ્થિતિમાં જ્યારે ટ્રાફિક પોલીસ તમારા વાહનનું ચેકિંગ કરે છે ત્યારે તમારા વ્હીકલનું ચલણ કપાય છે. વાહનનું લાયસન્સ ન હોવાના કારણે હજારો રૂપિયાનું ચલણ કપાતું હોય છે. સાથે જો તમારી પાસે વાહનના અન્ય ડોક્યુમેન્ટ્સ પણ ન હોય તો-તો તમારા ચલણની રકમ બમણી થઇ જાય છે. ત્યારે એવામાં તમને આ APP ખૂબ કામ લાગશે.

DigiLocker App

DigiLocker એપ અથવા ડિજિટલ લોકરની મદદથી તમે બિલકુલ સરળતાથી વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ્સને એક્સેસ કરી શકો છો. કારણ કે આ એક સરકારી એપ છે કે જેને માન્યતા આપવામાં આવી છે કે જો તમે તમારા વાહનના ડોક્યુમેન્ટ્સ ઘરે ભૂલી ગયા હોવ અને તેની અંદર અપલોડ કરી દેશો તો ટ્રાફિક પોલીસ ચેકિંગ દરમિયાન તમારા વાહનનું ચલણ નહીં કપાય. આ App વાપરવામાં ખૂબ જ સરળ છે અને ઘણાં લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યાં છે.

આ એક ડિજિટલ ડોક્યુમેન્ટ્સ વોલેટ છે કે જ્યાં તમે ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, વોટર આઇડી, પોલીસી દસ્તાવેજ વગેરેને સ્ટોર કરી શકો છો. જ્યારે તમે ડિજિલોકર એકાઉન્ટ માટે સાઇન અપ કરો છો ત્યારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો અને તેને સુરક્ષિત રાખી શકો છો. તમને એક સમર્પિત ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ મળે છે કે, જે તમારા આધાર નંબર સાથે જોડાયેલ હોય છે.

ફોલ કરો આ ચાર સરળ સ્ટેપ્સ ને બનાવી દો તમારું Digilocker Account, જાણો કેવી રીતે?

સ્ટેપ્સ 1: સૌ પહેલાં ડિજીલોકર વેબસાઇટની મુલાકાત લો. તમે Digilocker ને digilocker.gov.in પર એક્સેસ કરી શકો છો. તમે પ્લે/એપ સ્ટોર પરથી તમારા મોબાઈલ પર પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત, તમે DigiLocker વેબસાઇટ પર જઈને ડિજિટલ લોકર એકાઉન્ટ બનાવવા માટે આધાર નંબરનો ઉપયોગ કરી શકો છો. જો કે પહેલાં એ ચેક કરી લો કે, શું તમારો વર્તમાન મોબાઇલ નંબર આધાર નંબર સાથે જોડાયેલ છે.

સ્ટેપ્સ 2: હવે  'સાઇન અપ' પર તમે ક્લિક કરો. બાદમાં તમારું પૂરું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબરને (આધાર સાથે નોંધાયેલ) એન્ટર કરો. બાદમાં એક સુરક્ષા પિન બનાવો અને ઈમેલ આઈડીને એન્ટર કરો.

સ્ટેપ્સ 3: હવે તમારા આધાર નંબરને એન્ટર કરો. એક વાર તમે તમારો 12-અંકનો આધાર નંબર એન્ટર કરી લો. બાદમાં તમને બે વિકલ્પો મળશે કે જેમાં વન ટાઈમ પાસવર્ડ (OTP) અથવા તો ફિંગરપ્રિન્ટ - તમે આગળ વધવા માટે કોઈ પણ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ્સ  4: વપરાશકર્તા ID બનાવવું: એક વાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી એપ્લિકેશન વપરાશકર્તાને 'યુઝરનેમ' અને 'પાસવર્ડ' બનાવવા માટે એપ્લિકેશન નોટિફિકેશન આપશે. 'ડિજિટલ લોકર' એકાઉન્ટ માટે તમે ઇચ્છો તે યુઝર્સ નામ અને પાસવર્ડને એન્ટર કરી લો અને સાઇન-અપ બટન પર ક્લિક કરો. હવે સક્સેસફુલ એકાઉન્ટ બનાવ્યા બાદ એપ્લિકેશન ડિજીલોકરની 'ડેશબોર્ડ' સ્ક્રીન બતાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Driving Licence Traffic rules digilocker traffic police Traffic Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ