બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Driver dies of heart attack in Patan Shankeshwar

BIG BREAKING / હવે તો હદ થઇ! ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક મોત: ચાલુ ગાડીએ દૂધસાગર ડેરીના ડ્રાઇવરને ઉપડ્યો છાતીમાં દુખાવો

Dinesh

Last Updated: 11:54 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં શંખેશ્વરના બોલેરા રોડ પર મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પો ડ્રાઇવર અબ્દુલ બેલીમનું હોર્ટ એટેકથી મોત થયું છે.

  • પાટણમાં હાર્ટ એટેથી ડ્રાઇવરનું મોત
  • દૂધ સાગર ડેરીના ટેમ્પો ડ્રાઇવરનું થયુ મોત
  • ચાલુ ગાડીએ ડ્રાઇવરને આવ્યો હતો એટેક


રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. રોજ બરોજ હોર્ટ એટકેથી મોતના સમાચાર સામે આવી રહ્યાં છે. પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર હાર્ટ અટેકથી ડ્રાઇવરનું મોત થયું છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવરનું મોત નિપજ્યું છે.

કોઈ જ તકલીફ ન હોય, ના લક્ષણ દેખાય પણ આવા લોકને આવી શકે છે અચાનક હાર્ટ ઍટેક  this disease stays in the heart for years then heart attack

ચાલુ ગાડીએ હાર્ટ અટેક આવ્યો
દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવર અબ્દુલ બેલીમ નામના ડ્રાઇવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો ત્યાર બાદ તેમનું હાર્ટ અટેકથી દુ:ખદ મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં હાર્ટ એટેકના કિસ્સા ઘણાં સામે આવ્યા છે. રાજકોટમાં 19 વર્ષના યુવાનનુ હાર્ટ એટેકથી મોત થયુ હતુ તો વળી સુરતમાં 42 વર્ષના આધેડને રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો જેની ઘટના CCTVમાં પણ કેદ થઇ હતી.  પૂણેમાં એક 21 વર્ષના યુવાનને ક્રિકેટ રમીને આવ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. 

અગાઉ વડોદરામાં હાર્ટએટેકથી મોતની ઘટના
થોડા દિવસ અગાઉ વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત થયું હતું. નિહાલ ત્રિવેદીને હાર્ટએટેક આવતા મૃત્યુ થયું હતું. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસો.એ શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું હતું. 

સુરતમાં યુવકને હોર્ટ એટેક આવ્યો હતો
સુરતનાં ઉધનાં વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારે  આ ઘટનાની જાણ આજુબાજુ રહેલ લોકોને થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.  યુવકને તાત્કાલી આજુબાજુનાં લોકો દ્વારા સારવાર અર્થે ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. 

હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં પડી ગયો
મળતી માહિતી અનુસાર,  થોડા દિવસ અગાઉ રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો હતો. 

ચાલુ બાઈકે આવ્યો હતો હાર્ટ એટેક
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ પણ હાર્ટ એટેકથી 2 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પીએમ બાદ કાપડના વેપારીનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ