બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Drinking too much water after one level is also dangerous for health

આરોગ્ય / એક લેવલ પછી વધારે પડતું પાણી પીવું પણ હેલ્થ માટે ખતરનાક! જાણો શું છે વોટર ટોક્સિસિટી

Kishor

Last Updated: 05:37 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ સુધી તમેં સાંભળતા આવ્યા છો કે પાણી શરીર માટે ખુબ જ જરૂરી છે, જેથી પાણી ખુબ પીવું જોઈએ પણ શું તમને ખબર છે કે વધુ પડતું પાણી પીવાથી પણ શરીર અનેક રોગોનું ઘર બની જાય છે.

  • વધુ પડતું પાણી પીવાથી પણ થાય છે નુકસાન?
  • અમુક મર્યાદા સુધી જ પાણી પીવું ફાયદાકારક છે
  • પાણીની ઝેરી અસરથી બચવા આટલું કરો

પાણીને આપણા શરીરની સૌથી પહેલી જરૂરિયાત ગણી શકાય છે એટલે કે પાણી ઓક્સિજન જેટલું જ મહત્વનું છે. આપણે ખોરાક વગર એકથી બે દિવસ સુધી રહી શકીએ છીએ. પરંતુ પાણી પીધા વગર રહેવું અશક્ય છે. ખાસ વાત એ છે કે આપણે આજ દિવસ સુધી એવું જાણતા આવ્યા છીએ કે પાણી વધુ પીવું જોઈએ અને પાણી પીવુંએ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શુ તમે જાણો છો? અમુક મર્યાદા સુધી જ પાણી પીવું ફાયદાકારક છે. કારણ કે વધુ પાણી પીવાએ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને અમુક કિસ્સાઓમાં મર્યાદા બહાર વધુ પાણી પીવાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે. જેને પાણીની ઝેરી અસર પણ કહેવાય છે. તબીબી ભાષામાં તેને હાઈપોનેટ્રેમિયા તરીકે ઓળખવામાં આવે છે.

Tag | VTV Gujarati

તમારું શરીર એટલું પાણી પીવા માટે સક્ષમ ન હોય તો...
જ્યારે આપણે ઓછા સમયમાં વધુ પાણી પીએ છીએ ત્યારે આ સમસ્યા માથું ઊંચકે છે. આ બીમારીમાં એવી છે કે કિડનીમાં પાણી જમા થવા માંડે છે. જેથી વધુ પડતું પાણી પીવાથી શરીરમાં સોડિયમનું સ્થાન પણ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે શરીર પાણી પચાવી શકતું નથી અને સ્વાસ્થ્ય સંબંધી અને સમસ્યાઓ જાગતી હોય છે.નિષ્ણાતોના મતે, દિવસમાં ત્રણ લિટર પાણી શરીર માટે સારું છે. પરંતુ જો તમારું શરીર એટલું પાણી પીવા માટે સક્ષમ ન હોય તો તે ન પીવુ જોઈએ.

વજન ઘટાડવાથી લઈને ગ્લોઈંગ સ્કીન સુધી: સવારમાં ઉઠીને તરત જ પાણી પીવાના આ 5  ફાયદા નહીં જાણતા હોવ | benefits of drink water every morning removes  dehydration

આ પાણીની ઝેરી અસરના પ્રારંભિક લક્ષણો છે

શરીરમાં પાણીની વધુ માત્રાને કારણે ઓવરહાઈડ્રેશન થાય છે. કારણ કે પાણીનું પ્રમાણ શરીરમાં વધુ હોય ત્યારે શરીર પાણી શોષી શકતું નથી. બાદમાં તે પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. જેના સંકેતોની માથામાં અને શરીરમાં દુખાવો, ઉબકા અને ઉલટીનું પ્રમાણ વધવું, 
આ છે બચવાના ઉપાયો

  • બહારથી આવ્યા પછી ગટાગટ પાણી ન પીવું જોઈએ.
  • એકી સાથે પાણી પીવાને બદલે થોડું થોડું પાણી પીવુ જોઈએ.
  • પાણીની સાથે ફ્યુઝ અને નારિયેળ પાણી પીવો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ