બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / don't make such a mistake First a job offer was made on WhatsApp, later a lime of 37 lakhs was applied

તમારા કામનું / જો-જો તમે આવી ભૂલ કરતા! પહેલાં WhatsApp પર કરાઇ જોબ ઓફર, બાદમાં લગાવ્યો 37 લાખનો ચૂનો

Megha

Last Updated: 03:42 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp એક વ્યક્તિને મેસેજ મોકલીને રોજના 2-3 હજાર રૂપિયા કમાવવાની ઓફર કરવામાં આવી હતી અને અંતે સ્કેમ કરી તેના ખાતામાંથી 37 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

  • લગભગ દરેક લોકો વોટ્સએપ વાપરી રહ્યા છે
  • સ્કેમર્સ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે
  • મહિનામાં 90,000 રૂપિયા સુધીની કમાણી કરવાની ઓફર આપી 
  • સ્કેમર્સ 37 લાખ રૂપિયા પડાવી લીધા 

દરેક ઘરેમાં આજકાલ લગભગ દરેક લોકો વોટ્સએપ વાપરી રહ્યા છે અને આ એપ્લિકેશનની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. જો કે સ્કેમર્સ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. વાત એમ છે કે ઓનલાઈન છેતરપિંડીનો એક નવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિને વોટ્સએપ મેસેજ મોકલીને રોજના 2-3 હજાર રૂપિયા કમાવવાની ઓફર કરવામાં આવી હતી અને અંતે તેના ખાતામાંથી 37 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ચાલો જાણીએ શું છે આ સ્કેમ.. 

મહિનામાં 90,000 રૂપિયા સુધીની કમાણી કરવાની ઓફર 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્રના થાણેમાં રહેતા એક વ્યક્તિનો વર્તમાન જોબ કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારબાદ તેણે ઓનલાઈન રિક્રુટમેન્ટ પોર્ટલ પર પોતાનો રિઝ્યૂમે શેર કર્યો. આ પછી વ્યક્તિને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. આ મેસેજમાં નવી જોબની ઓફર હતી અને આ જોબ પાર્ટ ટાઈમ હતી. એ વ્યક્તિને આ પાર્ટ ટાઈમ જોબમાં રોજના 2000 થી 3000 રૂપિયા કમાવવાની તક મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. એટલે કે યુઝર એક મહિનામાં 90,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. 

ફોટો લાઇક કરવાનું કામ 
સ્કેમર્સે એ વ્યક્તિને કહ્યું કે પાર્ટ ટાઈમ જોબમાં યુઝર્સને ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીના ફોટો લાઈક કરવા પડશે. એક લાઈક પર 70 રૂપિયા આપવામાં આવશે. આ માટે દરેક લાઈકના સ્ક્રીનશોટ શેર કરવાના રહેશે. વિશ્વાસ જીતવા માટે પહેલા એ વ્યક્તિને 210 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. 

ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો 
આ પછી એ વ્યક્તિને એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો. આ પછી એ વ્યક્તિએ વધુ વળતરની લાલચ આપવામાં આવી અને ક્રિપ્ટોકરન્સી ખરીદવાનું કહેવામાં આવ્યું. અહેવાલો અનુસાર વ્યક્તિએ શરૂઆતમાં 9,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેને 9,980 રૂપિયાનું વળતર મળ્યું હતું. વિશ્વાસ મેળવ્યા પછી વ્યક્તિએ વધુ પૈસા રોક્યા અને આ પછી તેને VIP એકાઉન્ટ સ્ટેટસ આપીને વધુ પૈસા રોકવા માટે કહેવામાં આવ્યું. 

37 લાખ રૂપિયા ગુમાવ્યા 
આ પછી એ વ્યક્તિએ લગભગ 37 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. આ પછી સ્કેમર્સે કોઈ વળતર આપ્યું ન હતું. આ પછી તેને ખબર પડી કે તે એક સ્કેમનો શિકાર બન્યો છે. આ અંગે તે વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ