બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Does your phone keep hanging up? So follow these simple tricks and tips
Last Updated: 08:32 PM, 19 April 2024
Smartphone Hanging Problem: તમે પણ વારંવાર ફોન હેંગ થવાની સમસ્યાનો સામનો કર્યો છે? તમે મિકેનિક પાસે ગયા વિના આ સમસ્યા જાતે જ ઠીક કરી શકો છો. આ સમસ્યા શા માટે થાય છે અને ફોન હેંગ થવાની સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય છે. દરેક વ્યક્તિ આ જાણવા માગે છે.
ADVERTISEMENT
સ્માર્ટ જમાનામાં દરેક વ્યક્તિ પાસે અત્યારે સ્માર્ટફોન હોય છે. જો સ્માર્ટફોન થોડો જૂનો થઈ જાય તો તેનું પરફોર્મન્સ સ્લો થઈ જાય છે. ફોન વારંવાર હેંગ થવા લાગે છે. ઘણા લોકો સાથે એવું બને છે કે તેઓ ફોન પર એપનો ઉપયોગ કરવા માગે છે અને પ્રક્રિયા અધવચ્ચે જ અટકી જાય છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી સમસ્યા થાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. થોડી સમજણ બતાવીને સ્માર્ટફોન હેંગ થવાની સમસ્યા દૂર કરી શકાય છે.
ADVERTISEMENT
સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે ફોનમાં એવી કઈ સમસ્યા છે જેના કારણે ડિવાઈસ વારંવાર ફસાઈ રહ્યું છે. આના ચાર-પાંચ કારણો હોઈ શકે છે, જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ…
- લો સ્ટોરેજ: જો તમારા ફોનમાં સ્ટોરેજ ઓછું હોય, તો તેમાં હાજર એપ્સ ધીમી ચાલે છે અથવા તે ક્રેશ થઈ શકે છે.
- જૂની એપ્લિકેશન્સ: ઘણી વખત જૂની એપ્લિકેશનો કે જે અપડેટ કરવામાં આવી નથી તેમાં ભૂલો હોઈ શકે છે જે તમારા ફોનના પ્રદર્શનને અસર કરે છે.
- બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલ એપ્સ: એકસાથે ઘણી બધી એપ્સ ચલાવવાથી તમારા ફોન પર દબાણ આવી શકે છે, જેના કારણે તે હેંગ થઈ જાય છે.
- સૉફ્ટવેર સમસ્યા: તમારા ફોનની ઑપરેટિંગ સિસ્ટમમાં બગ્સ હોઈ શકે છે જે હેંગ થવાનું કારણ બને છે.
- હાર્ડવેરમાં ખામી : કેટલાક કિસ્સાઓમાં ફોન હેંગ થવો એ હાર્ડવેરની સમસ્યા સૂચવે છે, ફોનની મેમરી અને બેટરીન ખરાબ થવાની સમસ્યા રહે છે.
ADVERTISEMENT
હવે તમે જાણો છો ફોન હેંગ થવા પાછળનું કારણ, હવે આગળ જાણો આ સમસ્યાને કેવી રીતે ઠીક કરી શકાય છે.
ADVERTISEMENT
- ફોનમાંથી બિનજરૂરી એપ્સ અને ફાઇલો દૂર કરો.
- તમારા ફોનનું સ્ટોરેજ ઓછું છે, તો ફોટા, વીડિયો અને અન્ય મોટી ફાઇલોને ક્લાઉડ સ્ટોરેજ અથવા મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરો.
- કેશ ફાઇલો અને ડેટા સાફ કરો.
ADVERTISEMENT
- Google Play Store ખોલો અને તમારી બધી એપ્લિકેશનોને લેટેસ્ટ વર્જનમાં અપડેટ કરતા રહો.
- જૂની એપ્સ અનઇન્સ્ટોલ કરો જેનો તમે હવે ઉપયોગ કરતા નથી.
ADVERTISEMENT
તમારા સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને બંધ કરવા માટે, સેટિંગ્સ > એપ્સ પર જાઓ. હવે ફોનને સ્ક્રોલ કરો અને આવી એપ્સ પર ક્લિક કરો અને તમે જે એપ્સનો ઉપયોગ નથી કરતા તેને બંધ કરો.
જો તમે ઉપર જણાવેલ બધી પદ્ધતિઓ અજમાવી છે અને તમારો ફોન હજુ પણ હેંગ છે, તો તે હાર્ડવેર સમસ્યા હોઈ શકે છે. જો તમે ફોનને અધિકૃત સર્વિસ સેન્ટરમાં લઇ જઇ રીપેર કરાવવો યોગ્ય છે.
તમારા ફોનને ગરમ થવા ન દો. વાયરસ અને માલવેર સામે રક્ષણ આપવા માટે એન્ટી વાઈરસ એપ્સ નો ઉપયોગ કરો. માત્ર વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો. તમારા ફોનને નિયમિતપણે અપડેટ કરો.
અઠવાડિયામાં ઓછામાં ઓછો એક વખત તમારો ફોન રિસ્ટાર્ટ કરો. આમ કરવાથી કેશ ડેટા આપોઆપ ક્લિયર થઈ જાય છે અને બેકગ્રાઉન્ડમાં ચાલતી પ્રક્રિયા પણ બંધ થઈ જાય છે.
જો આ પછી પણ ફોન સ્લો અને હેંગ થઈ જાય તો તેને રીસેટ કરો. આ માટે સેટિંગ્સ > સિસ્ટમ > રીસેટ વિકલ્પ પર જાઓ. પછી ફેક્ટરી રીસેટ પસંદ કરો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ફેક્ટરી રીસેટ કરવાથી ફોનનો બધો ડેટા નાસ પામશે. આ કરતા પહેલા તમે ફોનમાંથી બેકઅપ લઇ લેવો જોઇએ.
વધુ વાંચો: સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા
ફોનના સોફ્ટવેરને અપડેટ કરવા માટે, સેટિંગ્સ > સિસ્ટમ > સિસ્ટમ અપડેટ પર જાઓ. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, તો તેને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.