ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારી આંખોની રોશની ઘટી રહી છે? રોજની આ 3 ભૂલો પડી શકે છે ભારે

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / તમારી આંખોની રોશની ઘટી રહી છે? રોજની આ 3 ભૂલો પડી શકે છે ભારે

Last Updated: 09:58 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે,અંધારામાં મોબાઈલ જોવું, આંખોને જોરથી ઘસવી અને કોન્ટેક્ટ લેન્સની લાપરવાહી આ ત્રણ આદતો આંખોને ભારે નુકસાન પહોંચાડે છે? આથી આજથી જ આ ભૂલો છોડીને દેવી જોઈએ.

1/6

photoStories-logo

1. આઈસાઈટ

આજના સમયમાં આપણો મોટાભાગનો સમય મોબાઈલ, લેપટોપ કે ટીવીની સ્ક્રીન સામે જ પસાર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી અમુક રોજિંદી આદતો તમારી આંખોને ભારે નુકસાન પહોંચાડી રહી છે? જેમાં હેલ્થ એક્સપર્ટ આંખોને નુકસાન કરતી ત્રણ મોટી ભૂલો વિશે જણાવ્યું છે જે લોકો અજાણતા કરતા રહે છે અને પોતાની આંખોની રોશનીને જોખમમાં મૂકે છે. આથી આજથી જ આ ભૂલો છોડી દેવી જોઈએ. ચાલો તેવી આંખોને નુકસાન કરતી આ 3 આદતો વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અંધારામાં મોબાઈલ યુઝ

એક્સપર્ટ અનુસાર સૌથી મોટી ભૂલ છે રાત્રે લાઈટ બંધ કરીને અંધારામાં મોબાઈલ જોવાની છે. અંધારામાં તેજ બ્રાઈટનેસવાળી સ્ક્રીન જોવાથી બ્લુ લાઈટ સીધી આંખના રેટિના પર અસર કરે છે. તેનાથી આંખોમાં ડ્રાયનેસ, ધુંધલાપણું અને માથાનો દુખાવો થાય છે. લાંબા સમય સુધી આવું કરવાથી આંખોની રોશની ઝડપથી ઘટવાનો ખતરો વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આંખોને જોરથી મસળવી

આંખમાં હળવી ખંજવાટ કે થાક લાગે ત્યારે મોટાભાગના લોકો તરત જ આંખોને જોરથી મસળવા લાગે છે. આથી એક્સપર્ટ દ્વારા ચેતવણી અપાઈ છે કે આ ખૂબ જોખમી છે. આંખની ઉપરની પાતળી આવરણ (કોર્નિયા) ખૂબ નાજુક હોય છે. તેને જોરથી ઘસવાથી તેને ઇજા થઈ શકે છે, નસો ફાટી શકે છે અને હાથમાં રહેલા બેક્ટેરિયા આંખમાં જઈને ગંભીર ઇન્ફેક્શન કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કોન્ટેક્ટ લેન્સ

ચશ્મા કે ફેશન માટે કોન્ટેક્ટ લેન્સ વાપરનારા લોકો મોટા ભાગે લેન્સ સાફ રાખવામાં બેદરકારી કરે છે કે એક્સપાયરી તારીખ બાદ પણ આંખના ડ્રોપ્સ કે પ્રોડક્ટ્સ વાપરતા રહે છે. ગંદા લેન્સ કે બગડેલા ડ્રોપ્સથી આંખમાં અલ્સર થઈ શકે છે. જેના કારણે કાયમ માટે આંખોની રોશની જતી રહેવાનો ભય રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શું કહે છે રિસર્ચ ?

National Institutes of Healthની સ્ટડીમાં જણાવાયું છે કે ડિજિટલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ આંખના રેટિનાને નુકસાન પહોંચાડે છે અને ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. તો American Academy of Ophthalmologyના અભ્યાસ અનુસાર વારંવાર અને જોરથી આંખો ઘસવાથી કેરાટોકોનસ જેવી બીમારી થઈ શકે છે, જેમાં કોર્નિયાનો આકાર બગડે છે અને ચશ્માનો નંબર ઝડપથી વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

eyesight Using mobile rubbing eyes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ