બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Do union leaders really fight for workers? Or are they only interested in filling their pockets?

મહામંથન / સંઘ-સંગઠનના નેતાઓ શું ખરેખર કર્મચારીઓ માટે લડે છે? કે પછી એમને ખિસ્સા ભરવામાં જ રસ છે?

Vishal Khamar

Last Updated: 10:10 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક કર્મચારીઓ દ્વારા તેઓની માંગણીને કંપનીનાં માલિક સુધી પહોંચાડવા માટે સંગઠનની રચનાં કરવામાં આવતી હોય છે. પરંતું આવા સંગઠનોમાં અમુક એવા વ્યક્તિઓ ઘુસી ગયા છે કે જેઓ એ હોદ્દાને લાયક પણ નથી હોતા. અને કંપની માલિક સાથે સેટીંગ ગોઠવીને મિલોના કામદારોની શક્તિનો પોતાના માટે ઉપયોગ કરી પૈસા કમાઈ લેતા હોય છે.

કર્મચારીઓના સંગઠન એ કોઈને ગમતા નથી. કર્મચારી કે કામદારના નામે બનેલું સંગઠન ક્યારે એના નેતાના હાથોમાં રમવા લાગે છે તેનો ઈતિહાસ આપણને ખબર છે. જેમના હિત માટે સંગઠન બને છે તેમનું હિત કોરાણે રહી જાય અને તે સંગઠનમાં શક્તિશાળી એવા લોકો બને છે જેમની ન્યૂશન્સ વેલ્યૂ હોય. કામદારોના નેતાઓ તેમની આ આડી આવડતને, તેમના માલિકોની સામે હથિયારની જેમ વાપરે કરે છે. દેશમાં મિલોના બંધ થવા પાછળ યુનિયનોને જવાબદાર ઠેરવીએ છીએ. કેટલાયે ઘરો નંદવાઈ ગયા, મિલો બંધ પડી અને આજે પણ પરિવારો એ સંઘર્ષમાંથી બહાર આવવા મથી રહ્યાં છે. પણ એ જ મિલોના કામદારોની શક્તિનો પોતાના માટે ઉપયોગ કરીને ધનવાન થયાના કેટલાયે દાખલાઓ છે. એ મિલોના યુનિયનના નેતાઓ આજે માલિકોની સાથે કોઈને કોઈ ધંધામાં ભાગીદારીમાં ગોઠવાઈ ગયા છે. 

  • રાજ્યમાં સરકારી કર્મચારીઓની માગ અનેક વાર ઉભી થતી આવી છે
  • સરકારી કર્મચારીઓની માગ માટે મહાસંઘ જ તેમના વતીથી મેદાને આવે છે
  • શિક્ષકો,આરોગ્યકર્મીઓની માગ હોય તો તે માગ સરકાર સુધી મહાસંઘ પહોંચાડે છે
  • ઘણીવાર એમ બને છે કે મહાસંઘના નેતાઓ લાંબી લડત ચલાવે અને અંતે સમાધાન થઈ જાય

ખાનગી મિલ હોય કે ફેક્ટરી. કે પછી સરકારના કોઈપણ વિભાગ. કર્મચારીઓ માટે અને કર્મચારીઓ વતી સરકાર સાથે તેમના પ્રશ્નોને લઈને વાટાઘાટો કરતા નેતાઓ કેવી જિંદગી જીવે છે તેનું ગુજરાત પણ સાક્ષી બની રહ્યું છે. સરકારમાં આવા નેતાઓનો પડ્યો બોલ કેમ જીલાય છે તે સૌથી મોટો સવાલ છે. કોઈપણ કર્મચારી એ કોઈ સંગઠનના નેતાનો નહી પણ સરકારનો કર્મચારી છે, એ જનતાને જવાબદાર છે, તો પછી એવા કર્મચારીઓની બદલી, પ્રમોશન કે તેમના પ્રશ્નો માટે સંગઠનના નેતાઓ પર કર્મચારીઓ નિર્ભર કેમ બને. હમણાં જ ગુજરાતના કર્મચારી સંગઠનોને બટ્ટો લગાડતી ઘટના બની. આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે પોતાના જ કર્મચારીઓ પાસેથી એમના પ્રશ્નો માટે પૈસા લીધા. 

  • વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે
  • ફિક્સ-પેના કર્મચારીઓ અન્ય સમકક્ષ જગ્યાએ જોડાય તો હાલના લાભ જોડાતા નથી
  • કર્મચારીના પાંચ વર્ષ દરમિયાનના ઈજાફા ગણતરીમાં લેવાતા નથી

એવા લોકોને સીસ્ટમમાં ઘૂસાડ્યા જે લાયક નથી, અને કર્મચારીઓએ મજબૂરીમાં પૈસા આપ્યા પછી પણ તેમના પ્રશ્નોનું સમાધાન થયું નહી. કર્મચારીઓના આ સંગઠનની વાત એ સરકારના તમામ વિભાગોના સંગઠનને લાગુ પડે છે. શિક્ષકોના પ્રશ્નોનું સમાધાન કેટલું થયું, રેવન્યૂ વિભાગમાં કામ કરતા કર્મચારીઓના પ્રશ્નો પણ નેતાઓ કેટલા મનાવી શક્યા તે સૌથી મોટો સવાલ છે. તો, નેતાઓ કર્મચારીઓની સંઘશક્તિના જોરે પોતાના કામ કેવી રીતે કઢાવે છે, અને એક કર્મચારી જે ભરોસાથી સંગઠનમાં જોડાય છે એ કેવી રીતે પીડાય છે.

  • ફિક્સ પગારના કર્મચારીઓનો છ વર્ષથી પગાર વધારો થયો નથી
  • છેલ્લો પગાર વધારો 2017માં કરવામાં આવ્યો હતો
  • છ વર્ષનો સમય પસાર થયા છતા પગાર વધારા અંગે સમીક્ષા થઈ નથી

રાજ્યમાં સરકારી કર્મચારીઓની માંગ અનેક વાર ઉભી થતી આવી છે.  સરકારી કર્મચારીઓની માંગ માટે મહાસંઘ જ તેમના વતીથી મેદાને આવે છે. શિક્ષકો,આરોગ્યકર્મીઓની માગ હોય તો તે માગ સરકાર સુધી મહાસંઘ પહોંચાડે છે. ઘણીવાર એમ બને છે કે મહાસંઘના નેતાઓ લાંબી લડત ચલાવે અને અંતે સમાધાન થઈ જાય છે.   મહાસંઘના નેતાઓનું શરતી સમાધાન કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકતુ નથી.  રાજ્યના તમામ સરકારી કર્મચારીઓના સંગઠનમાં આ સ્થિતિ જોવા મળે છે. મહાસંઘના નેતાઓ સરકારને કેવી રીતે મનાવી શકે તે પણ એક સવાલ છે. કર્મચારી સંગઠનમાં જે ભરોસાથી જોડાય છે તે બાદ પ્રશ્નોનું નિરાકરણ આવે છે કેમ તે મોટો સવાલ છે. 

વર્ગ-3ના કર્મચારીઓની શું છે માંગ?    
વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.  તેમજ ફિક્સ-પેના કર્મચારીઓ અન્ય સમકક્ષ જગ્યાએ જોડાય તો હાલના લાભ જોડાતા નથી. કર્મચારીના પાંચ વર્ષ દરમિયાનના ઈજાફા ગણતરીમાં લેવાતા નથી. વર્ગ-1, વર્ગ-2ના કર્મચારીનો અજમાયશી બે વર્ષ જયારે વર્ગ-3માં 1 વર્ષનો સમયગાળો હોય છે.  વર્ગ-3ના ફિક્સ પગારદારોનો અજમાયશી સમય 5 વર્ષનો છે તે મોટી વિસંગતતા પણ જોવા મળી છે. ફિક્સ પગારને કારણે કર્મચારીઓને મોટુ નાણાંકીય નુકસાન થાય છે. 

સચિવાલય સ્ટાફ એસો.ની શું માંગ?    
ફિક્સ પગારના કર્મચારીઓનો છ વર્ષથી પગાર વધારો થયો નથી. ત્યારે  છેલ્લો પગાર વધારો 2017માં કરવામાં આવ્યો હતો. જે બાદ  છ વર્ષનો સમય પસાર થયા છતા પગાર વધારા અંગે સમીક્ષા થઈ નથી. ત્યારે હવે સુપ્રીમકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવી તેમજ  અન્ય રાજ્ય જેવી અનુકૂળ ફિક્સ-પે નીતિ બનાવવી તેવી માંગગ ઉચ્ચારવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ