બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં મોત આપતી પ્રચંડ ગરમી! બચવા આટલું કરો, લૂના લક્ષણો જાણો

હીટસ્ટ્રોક / ગુજરાતમાં મોત આપતી પ્રચંડ ગરમી! બચવા આટલું કરો, લૂના લક્ષણો જાણો

Priyakant

Last Updated: 11:32 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heatwave Latest News : ગરમીથી બચવા શું-શું કરવું જોઇએ ?, અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો શું છે ?

Gujarat Heatwave : ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે આપણે ગુજરાતની વાત કરીએ તો હજી આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. વિગતો મુજબ હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે હવામાન વિભાગે 25 મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. આ બધાની વચ્ચે આજે આપણે જાણીશું કે, ગરમીથી બચવા શું-શું કરવું જોઇએ ?

હવામાન વિભાગ દ્વારા આવનારા હજી પણ 2 દિવસ માટે અસહ્ય ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરી અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવા આવ્યો છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને ગરમીથી બચવા અનેક પ્રકારની અપીલ કરવામાં આવી છે.

ગરમીથી બચવા શું કરવું જોઈએ ?

  • વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
  • લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડા પહેરવાં.
  • ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
  • નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો શું છે ?

  • ગરમીની અળાઈઓ
  • ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
  • માથાનો દુખાવો, ચક્કર આવવા
  • ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
  • સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
  • ઉબકા અને ઉલટી થવી.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં ગરમીને કારણે 10ના મોત

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં ગરમીને કારણે 10ના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર, અચાનક બેભાન થયા બાદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. 10માંથી 1નું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય મૃતકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અહીં પણ ગરમીથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગરમીથી વડોદરામાં સાત દિવસમાં 19 લોકોના મોત થયા છે.

વધુ વાંચો : ગરમીનો પ્રકોપ સહન કરવો મુશ્કેલ! સુરતમાં છેલ્લા 24 કલાકમાં 10ના મોત, વડોદરામાં સાત દિવસમાં 19ના મોત

રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

અગાઉ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી હતી. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો : અમદાવાદમાં અંગારા ઝર્યા! ગુજરાતના 11 શહેરોમાં ગરમીનો કાળો કહેર, આગાહી પરસેવો છોડાવે તેવી

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. નોંધનિય છે કે, બુધવારે 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત, મંગળવારે પણ રાજ્યના છ શહેરોના તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

HeatStrock Summer Heatwave Gujarat Heatwave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ