બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Do industries receiving government assistance follow the local employment rule? How much power in the opposition's claim?

મહામંથન / સરકારી સહાય મેળવનાર ઉદ્યોગો સ્થાનિક રોજગારીનો નિયમ પાળે છે? વિપક્ષના દાવામાં કેટલો દમ?

Vishal Khamar

Last Updated: 09:39 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લોકોને રોજગારી મળે તે માટે રોજગાર ભરતી મેળા યોજવામાં આવે છે. તો બીજી તરફ શિક્ષણની વાત કરીએ તો નેશનલ ઈન્સ્ટીટ્યુશન રેન્કિંગ ફેમવર્કની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દેશમાં ટોચની 10 યુનિવર્સિટીમાં ગુજરાતની યુનિવર્સિટી નથી.

રાજકીય રીતે બે મુદ્દા ચર્ચામાં હતા જેમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. આરોપ હતો સરકારી સહાય લેતા ઉદ્યોગો દ્વારા 85 ટકા સ્થાનિક રોજગારીનો અમલ ન કરવાનો, આ ઉપરાંત લઘુતમ વેતનના નિયમનો સરેઆમ ભંગ અને કરાર આધારીત કર્મચારીઓના શોષણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. જેના જવાબમાં ભાજપે પણ સરકારના જ આંકડા બતાવતા કહ્યું કે દેશમાં સૌથી નીચો બેરોજગારી દર ગુજરાતમાં છે. બીજી તરફ કેન્દ્ર સરકારે દેશની ટોચની 100 શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગ જાહેર કર્યા જેમાં ટોચની 10 યુનિવર્સિટીમાં ગુજરાતની એકપણ યુનિવર્સિટી ન હતી. ગુજરાતમાં મેનેજમેન્ટ કેટેગરીમાં ટોચના ક્રમે IIM-અમદાવાદ પોતાનું સ્તર જાળવી શકી હતી, તો સૌથી પહેલા ક્રમે આખા દેશમાં ટોચની શૈક્ષણિક સંસ્થા IIT-મદ્રાસ છે. સવાલ એ છે કે 1 થી 100ના ક્રમમાં ગુજરાતના 24 સંસ્થાનો છે પણ તેમાં એક થી 10માં કોઈ નથી. સૌથી વધુ યુનિવર્સિટી કે કોલેજ સ્થાપવાની વાતના દાવાઓનું સત્ય શું છે અને રેન્કિંગમાં ગુજરાતની યુનિવર્સિટીઓ કેમ પાછળ છે.

  • રોજગારી અને શિક્ષણ મુદ્દે સરકાર સામે સવાલ
  • ઉદ્યોગો સ્થાનિક રોજગારીના નિયમનું પાલન ન કરતા હોવાનો આરોપ
  • ઉદ્યોગો સરકારી સહાય મેળવે છે પણ સ્થાનિક રોજગારી નથી આપતા

રોજગારી અને શિક્ષણ મુદ્દે સરકાર સામે સવાલ છે. ઉદ્યોગો સ્થાનિક રોજગારીના નિયમનું પાલન ન કરતા હોવાનો આરોપ. ત્યારે ઉદ્યોગો સરકારી સહાય મેળવે છે પણ સ્થાનિક રોજગારી આપતા નથી. સરકારના જાહેર સાહસો પણ નિયમની અમલવારી ન કરતા હોવાનો આરોપ. લઘુતમ વેતનના નિયમ પાળવામાં આવતો નથી.  નેશનલ ઈન્સ્ટીટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કની યાદી જાહેર કરવામાં આવી છે.  દેશમાં ટોચની 10 યુનિવર્સિટીમાં ગુજરાતની યુનિવર્સિટી નથી. 

  • ઉદ્યોગો કરોડો રૂપિયાની સરકારી સહાય મેળવે છે
  • 85% સ્થાનિક રોજગારીનો નિયમ છતા ખુલ્લેઆમ ઉલ્લંઘન
  • 1995થી 85% સ્થાનિક રોજગારીનો પરિપત્ર છતા અમલ નહીં

રોજગારી મુદ્દે કોંગ્રેસના આરોપ શું?
ઉદ્યોગો કરોડો રૂપિયાની સરકારી સહાય મેળવે છે. 85% સ્થાનિક રોજગારીનો નિયમ છતા ખુલ્લેઆમ ઉલ્લંઘન. 1995થી 85% સ્થાનિક રોજગારીનો પરિપત્ર છતા અમલ નહીં. સચિવાલયના લીફ્ટમેનને માત્ર 7 હજાર રૂપિયા વેતન ચુકવાય છે. લઘુતમ વેતનના નિયમોનું પાલન થતું નથી. કામના કલાકોના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટપ્રથામાં કર્મચારીઓનું શોષણ થાય છે. 

  • કોંગ્રેસનો જનસંપર્ક શૂન્ય થઈ ગયો છે
  • કોંગ્રેસ તથ્ય વગરના આંકડા રજૂ કરે છે
  • દેશમાં સૌથી ઓછી બેરોજગારી ગુજરાતમાં છે

રોજગારી મુદ્દે ભાજપનો જવાબ
કોંગ્રેસનો જનસંપર્ક શૂન્ય થઈ ગયો છે. કોંગ્રેસ તથ્ય વગરના આંકડા રજૂ કરે છે. દેશમાં સૌથી ઓછી બેરોજગારી ગુજરાતમાં છે. સૌથી ઓછી બેરોજગારી ગુજરાતમાં છે તેવું કેન્દ્ર સરકાર કહી ચુકી છે. ગુજરાતમાં બેરોજગારી દર સૌથી નીચો છે. કોંગ્રેસ આત્મચિંતન કરે. 

  • ટોચની શિક્ષણ સંસ્થા તરીકે IIT-મદ્રાસ સતત પાંચમાં વર્ષે પહેલા ક્રમે
  • યુનિવર્સિટીની કેટેગરીમાં IISc-બેંગ્લુરુ પહેલા ક્રમે
  • મેનેજમેન્ટ કેટેગરીમાં IIM-અમદાવાદ સતત ચોથા વર્ષે પહેલા ક્રમે
  • ગુજરાત યુનિવર્સિટી 3 ક્રમ ઉતરીને 61માં ક્રમે પહોંચી

NIRFનો ડેટા શું કહે છે?
ટોચની શિક્ષણ સંસ્થા તરીકે IIT-મદ્રાસ સતત પાંચમાં વર્ષે પહેલા ક્રમે છે. યુનિવર્સિટીની કેટેગરીમાં IISc-બેંગ્લુરુ પહેલા ક્રમે છે. જ્યારે  મેનેજમેન્ટ કેટેગરીમાં IIM-અમદાવાદ સતત ચોથા વર્ષે પહેલા ક્રમે છે. ગુજરાત યુનિવર્સિટી 3 ક્રમ ઉતરીને 61માં ક્રમે પહોંચી ગઈ છે. સુરતની SVNIT 65માં ક્રમે છે. ઓવરઓલ કેટેગરીમાં IIT-ગાંધીનગર 24માં ક્રમે છે.  ફાર્મસી ફેકલ્ટીમાં MS યુનિવર્સિટીનો ક્રમ ગગડ્યો છે. ગત વર્ષે 16માં ક્રમે રહેલી MSU આ વર્ષે 30માં ક્રમે ધકેલાઈ ગઈ છે. ટોચની 100 સંસ્થાઓમાં ટેકનિકલ સંસ્થાઓ મોખરે છે.  ગુજરાતની IIT-ગાંધીનગર 24માં ક્રમે છે. મેડિકલ કોલેજમાં બી.જે.મેડિકલ કોલેજનો 50મો ક્રમ છે.  મેડિકલ કોલેજના રેન્કિંગમાં દિલ્લી AIIMS પહેલા ક્રમે આવે છે. કૃષિક્ષેત્રે આણંદ કૃષિ યુનિવર્સિટી 18માં ક્રમે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી 38માં ક્રમે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ