આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને સરકારી ઓધીકારીઓ માટે દિવાળીમાં સારા સમાચાર આપ્યા હતા. આવો જાણીએ તેમણે શું કરી જાહેરાત.
કર્મચારીઓને મળશે બોનસ
મોંઘવારી ભથ્થાની બાકી રકમ પણ કરાશે જમાં
6 મહિનાનું મોંઘવારી ભથ્થું એક સાથે મળશે
કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં સરકારી અધિકારીઓને મોંઘવારી ભથ્થુ ચુકવાયું ન હતુ. છેલ્લા 6 મહિનાથી મોંઘવારી ભથ્થું નથી ચુકવાયું ત્યારે દિવાળી નિમિત્તે સરકારી અધિકારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવશે.
કોરોનાની મહામારીને કારણે અનેક કામ અટવાયા હતા. ભારત સરકારના નિયમ મુજબ 5 ટકા ભથ્થુ કર્મચારીઓને ચુકવાશે. 6 મહિનાનું મોંઘવારી ભથ્થું બાકી હતુ, રુા. 464 કરોડ ને ખર્ચે 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચુકવાશે. વર્ગ ચારના અધિકારીઓને રૂા. 3500નું બોનસ મળશે.