બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / dilip shanghvi sun pharma mukesh ambani reliance industries

આશ્ચર્ય / આ ગુજરાતીને મહામારી ફળી ગઈ, સંપત્તિ મામલે અંબાણીને પણ એક વખત પાછળ છોડી દીધા હતા

Published By: Divyesh

Last Updated: 10:36 AM, 30 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો આખા વર્ષની વાત કરીએ તો રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની મિલ્કતમાં અંદાજે 1.30 લાખ કરોડ રૂપિયાતી વધારો થયો છે. જ્યારે ફાર્માસ્યટીકલ કંપની સન ફાર્માના પ્રમુખ દિલીપ સંઘવીની મિલકતમાં 17 ટકા એટલે કે 12,500 કરોડ રુપિયાનો વધારો થયો છે.

દિલિપ સંઘવીની કુલ સંપત્તિ 84,000 કરોડ રૂપિયાની આસપાસ છે. આશ્ચર્યની વાત એ છે કે કેટલાક વર્ષો પહેલ દિલીપ સંઘવીની સંપતિત મુકેશ અંબાણી કરતા પણ વધી ગઇ હતી. વર્તમાન સમયમાં મુકેશ અંબાણીની કુલ સંપતિ 76 બિલિયન ડોલર એટલે કે 5.70 લાખ કરોડ રુપિયાની આસપાસ છે. 

2015માં નીકળ્યા હતા આગળ 

2015માં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને સંપત્તિ મામલે દિલીપ સંઘવીએ પાછળ છોડી દીધા હતા. તમને જણાવીએ કે સન ફાર્મા દુનિયાની ચોથી સૌથી મોટી જેનરિક નિર્માતા કંપની છે. માર્ચ 2019માં સન ફાર્મા 4.1 બિલિયન ડોલરના મહેસુલની સાથે ભારતની સૌથી મૂલ્યવાન ફાર્મા કંપની હતી. છેલ્લા 6 મહીનમાં સન ફાર્માના શેરમાં 60 ટકાની તેજી જોવા મળી છે. 

કોણ છે દિલીપ સંઘવી

દિલીપ સંઘવી એક ફાર્માસ્યૂટિકલ ડિસ્ટ્રીબ્યૂટરના દિકરા છે. તેમણે પોતાના પિતા પાસેતી 200 ડોલર ઉધાર લઇને 1983માં મનોરોગ દવાઓનું નિર્માણ શરુ કર્યું હતું. ત્યાર બાદ સન ફાર્મા કંપનીની શરુઆત કરી હતી. જો કે અત્યારે દિલીપ સંઘવીએ એનર્જી, નેચરલ ગેસ અને ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કર્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Dilip Shanghvi Mukesh Ambani દિલીપ સંઘવી મુકેશ અંબાણી Mukesh Ambani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ