બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જન્મ-મરણના દાખલા માટે સરકારે આપ્યો સૌથી મોટો આદેશ, નાગરિકો માટે રાહતના સમાચાર

રાહત / જન્મ-મરણના દાખલા માટે સરકારે આપ્યો સૌથી મોટો આદેશ, નાગરિકો માટે રાહતના સમાચાર

Published By: Krutarth Joshi

Last Updated: 08:02 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઉપરાંત CRS Portal માં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે.

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા માટેનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. જેથી તમામ સરકારી કચેરીઓએ આ દાખલાને માન્ય રાખવા માટે આદેશ અપાયો છે.

ડિજિટલ સિગ્નેચર માન્ય ગણાશે

આ ઉપરાંત CRS Portal માં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકે છે. અત્યાર સુધી જ્યાં સુધી રજીસ્ટ્રાર સહી ન કરે ત્યાં સુધી આ દાખલા પડ્યા રહેતા હતા. જેના કારણે કેટલાક કિસ્સાઓમાં તો મહિનાઓ સુધી દાખલા મળતા નહોતા. જેથી સરકાર દ્વારા હવે ડિજિટલ સિગ્નેચરને પણ માન્ય રાખવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

નિયમ સરળ થતા પ્રક્રિયા ઝડપી બનશે

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે તા. 01 સપ્ટેમ્બર, 2025 થી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર કરવામાં આવી રહી છે. જેના કારણે પ્રક્રિયા ન માત્ર સરળ પરંતુ ઝડપી પણ બની છે. જન્મ તથા મરણનો દાખલા મળવા માટે જે નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા તેમાં પણ રાહત મળી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digital signature considered valid in birth and death certificates Online birth certificates Death cirtificates

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ