બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / diet-chart-for-weight-loss

NULL / આવો રાખશો ડાયર્ટ ચાર્ટ તો સપ્તાહમાં ઓછી થવા લાગશે મેદસ્વિતા

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મેદસ્વિતાને દરેક બિમારીનું કારણ માનવામાં આવે છે. મેદસ્વિતાથી બચવા માટે લોકો ડાયટિંગનો સહારો લે છે. કેટલાક લોકો ડાયટિંગના નામ પર ખાવાનું ઓછું કરી દે છે. જેના લીધે વજન ઉતરવાનું તો દૂર પરંતુ શરીરમાં નબળાઇ વધારે આવે છે. જો તમે ડાયટિંગ કરવા માંગો છો તો ખાવાનું છોડવાની જગ્યાએ Diet chart નો સહારો લો. ધીમે-ધીમે એમાં ઓછી કેલરી વાળો ખોરાકનો વધારો કરો. એક્સસાઈઝની સાથે સારું Diet પણ હોવું જરૂરી છે. આવી રીતે બનાવો તમારો Diet chart..

સવારના સમયે સવારે ઉઠતા જ ખાલી પેટ રહેવાથી gas problem થઈ શકે છે. જો તમે વધારે સમયથી ભૂખ્યા હોવ અને પછી ભરપેટ જમી લો તો એનાથી પણ તમારું વજન વધવા લાગે છે. થોડા થોડા સમય બાદ કંઈક ને કંઈક ખાઈ લો. 1-2 અંજીર ખાવ અને એની સાથે એક કપ ઓછી ખાંડ વાળી ચા પીવો અને દરરોજ 30 મિનિટ માટે ચાલવાનું રાખો.

નાસ્તો
નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. સવારના સમયે કંઈ નહિ ખાવ તો આખો દિવસ સુસ્તી બની રહેશે. એમાં તમે એક કપ દૂધમાં 1 ચમચી ખાંડ અને 2 ટેબલચમચી ઓટ્સ નાખીને ખાવ. Breakfast ના 2 કલાક પછી 1 કપ Green Tea અને 1 ફળનું સેવન કરી શકો છો.

બપોરનું ભોજન
બપોરે 1 વાટકી શાક 1 વાટકી દહીં 1 ચપાતી અને સલાડ ખાઓ. ખાવામાં દેશી ઘીનું સેવન ઓછું કરો.

સાંજની ચા
સાંજના સમયે ભૂખ લાગે તો 1 કપ ચાની સાથે 1 મુઠ્ઠી મગફળીનું સેવન કરો.

સાંજનો નાસ્તો
સાંજના સમયે હલકો નાસ્તો જ કરવો જોઈએ. આ સમયે માખણ વગરનો વેજિટેબલ સૂપ પણ પી શકો છો અને આ પછી તમે એક્સસાઈઝ કે સૈર પણ કરી શકો છો.

રાતનું ભોજન
રાતે એક ચપાતી અડધી વાટકી દાળ અડધી વાટકી શાક લો. આની સાથે જ આખા દિવસનું 8 10 ગ્લાસ પાણી જરૂર પીઓ.

બસ આવી રીતે કરવાથી તમારું વજન ઘટવાનું ચાલું થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ