બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / diabetic patients diet chart foods to reduce sugar cravings for diabetics health news
ADVERTISEMENT
વધારે પ્રમાણમાં ખાંડનું સેવન કરવાથી શુગરની ક્રેવિંદ ખૂબ વધારે વધી જાય છે. જેનાથી છુટકારો મેળવવા માટે કોઈ પણ વ્યક્તિને ખૂબ મુશ્કેલી થઈ શકે છે. આપણું શરીર બ્લડ શુગર લેવલને રેગ્યુલેટ કરવા માટે ઈંસુલિન હોર્મોન રિલીઝ કરે છે. ઈંસુલિનમાં અચાનક વૃદ્ધિ આપણી ઉર્જાના સ્તરને ઓછુ કરી શકે છે. જેનાથી થાક લાગે છે અને તમને શુગર ક્રેવિંગ વધવા લાગે છે.
.jpg)
ADVERTISEMENT
તે ઉપરાંત જ્યારે આપણે શુગરની વસ્તુઓનું સેવન કરી છીએ તો આપણા ટેસ્ટ બડ્સ મિઠાસથી ટેવાઈ જાય છે. ખાંડનું ખૂબ વધારે માત્રામાં સેવન કરવાથી લોકોને એ વસ્તુઓનો કોઈ સ્વાદ અનુભવ નથી થઈ શકતો જે ગળ્યો નથી. જેથી તેમને હજુ વધારે ગળ્યું ખાવાની ક્રેવિંગ થવા લાગે છે.
વધે છે શુગરની ક્રેવિંગ
ડાયાબિટીસના દર્દીમાં પણ શુગરની ક્રેવિંગ વધારે થાય છે. શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધવાથી મીઠાઈ ખાવાની ક્રેવિંગ વધી જાય છે. જો તેને કંટ્રોલ ન કરવામાં આવે તો તેનાથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. એવી ઘણી વસ્તુઓ છે જેને ખાવાથી ડાયાબિટીસના દર્દીમાં શુગરની ક્રેવિંગને ઓછી કરી શકાય છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે.
ADVERTISEMENT
શુગર ક્રેવિંગને ઓછુ કરે છે આ વસ્તુઓ

ADVERTISEMENT
બેરીઝ
સ્ટ્રોબેરી, રાસબેરી અને બ્લૂબેરી જેવી બેરીઝ ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવા અને ખાંડની ક્રેવિંગને ઓછુ કરવામાં મદદ કરે છે.

ADVERTISEMENT
એવાકાડો
એવાકાડોમાં હેલ્ધી ફેટ્સ અને ફાઈબર મળી આવે છે જે બ્લડ શુગર લેવલને ઓછુ કરવાની સાથે જ શુગરની ક્રેવિંગને પણ ઓછી કરે છે.

ADVERTISEMENT
નટ્સ
બદામ, અખરોટ અને પિસ્ત જેવા નટ્સ ફાઈબર, હેલ્દી ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જો શુગર ક્રેવિંગને ઓછુ કરતા તમારૂ પેટ લાંબા સમય માટે ભરેલું રહે છે.

ગ્રીક યોગર્ટ
ગ્રીક યોગર્ટ પ્રોટીન અને કેન્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. જે શુગર ક્રેવિંગને ઓછુ કરે છે અને તમારૂ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

તજ
તજ બ્લડ શુગરના લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે જે શુગર ક્રેવિંગને ઓછુ કરી શકે છે. સવારે પાણીમાં તજનો પાઉડર નાખીને પીવાથી ડાયાબિટીસના દર્દીને ખૂબ જ ફાયદો થાય છે.

ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ મળી આવે છે જે શુગરની ક્રેવિંગને ઓછુ કરવામાં અને ગળ્યું ખાવાની તમારી ઈચ્છાને પુરી કરે છે.

પાલક
પાલક આયર્ન અને મેગ્નેશિયમ જેવા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે શુગરની ક્રેવિંગને ઓછુ કરવામાં અને બ્લડ શુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

શક્કરીયા
શક્કરીયા ફાઈબર અને વિટામિનથી ભરપુર હોય છે. જે શુગરની ક્રેવિંગને ઓછુ કરવામાં આને બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.