બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 09:07 PM, 5 July 2023
ADVERTISEMENT
ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને હાર્ટએટેકનો ખતરો તો રહેતો જ હોય છે તે નવી વાત નથી પરંતુ તેમને હાર્ટએટેકનો ખતરો સામાન્ય માણસ કરતાં ચાર ગણો વધારે રહે છે તે નવું આવ્યું છે. ગુરુગ્રામની સીકે બિરલા હોસ્પિટલના ઈન્ટરનનલ મેડિસીન ડિપાર્ટમેન્ટના ડોક્ટર તુષાર તાયલે દર્દીઓને તેમનો ડાયાબિટીસ કાબુમાં રાખવાની સલાહ આપી છે નહીંતર હાર્ટએટેક આવતા વાર નહીં લાગે. તેમણે કહ્યું કે સામાન્ય લોકો કરતાં ડાયાબિટીસના દર્દીઓને હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો ચાર ગણો વધારે રહે છે કારણ કે દર્દીઓમાં હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો સૌથી વધારે રહેતો હોય છે, આને કારણે તેમને હાર્ટએટેકનું જોખમ બીજા કરતાં ચાર ગણું વધારે રહે છે.
ડાયાબિટીસના દર્દીઓને કેમ આવે છે હાર્ટએટેક
ડોક્ટર તુષાર તયાલે કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓમાં કોલેસ્ટરોલનું સ્તર પણ વધારે હોઈ શકે છે. જેના કારણે હૃદયની નસોમાં બ્લોકેજ થાય છે, જેના કારણે હાર્ટ એટેક કે હાર્ટ ફેલ્યોર પણ થઇ શકે છે. ડાયાબિટીસના રોગીઓમાં, એન્ડોથિલિયમ તરીકે ઓળખાતી નસોના આંતરિક સ્તરને નુકસાન થાય છે, જે કોલેસ્ટ્રોલ ધરાવતા પ્લેકની જમાવટને પ્રોત્સાહિત કરે છે. તેનાથી હૃદયમાં રક્ત સંચાર થાય છે, જેનાથી એટેક આવે છે. ડાયાબિટીઝના દર્દીઓને ક્રોનિક રેનલ રોગ પણ હોઈ શકે છે જે હૃદય રોગને વધુ તીવ્ર બનાવી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ તેમના હૃદયની તંદુરસ્તીનું ધ્યાન રાખે તે જરૂરી છે. આ માટે બીપીને કંટ્રોલમાં અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
ડાયાબિટીસના દર્દીઓએ હેલ્થની કેવી રીતે કાળજી લેવી
- તમારા ડાયાબિટીસની દવાઓ નિયમીત લો
- દરરોજ કસરત કરો
- હેલ્થી ભોજન લો
- સ્ટ્રીટ ફૂડ કે ફાસ્ટફૂડ જેવા કોલેસ્ટ્રોલ વધારતા ખોરાકનું સેવન ન કરો
- દર બે-ત્રણ દિવસે તમારું બીપી ચેક કરતા રહો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT