બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:00 PM, 17 February 2022
ADVERTISEMENT
ડાયાબિટીસ એક એવી ગંભીર બીમારી છે જે એક વખત કોઈને થઈ જાય તો તેના સાથે જોડાયેલી બધી મુશ્કેલીઓ આખુ જીવન પછો નથી છોડતી. ડાયાબિટીસ થવાની સ્થિતિમાં શરીરમાં યોગ્ય માત્રામાં ઈંસુલિન નથી બનતુ અથવા શરીર તેનો ઉપયોગ નથી કરી શકતો. જેના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે.
ડાયાબિટીસના 4 સૌથી મોટા કારણ
ઈંસુલિનની કમીથી ઘણી કોશિકાઓ અને અંગો પર ખરાબ અસર પડે છે. ડાયાબિટીસના કારણે હાર્ટ એટેક, આંખોની નબળાઈ અને કિડની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો થઈ શકે છે. શું તમે જાણો છો કો તે કયા 4 કારણો છે જે ડાયાબિટીસને જન્મ આપે છે.
ADVERTISEMENT
જેનેટિક કારણ
દુનિયાભરમાં ઘણા રિસર્ચમાં જોવા મળ્યું કે જો તમારી ફેમિલીમાં કોઈને ડાયાબિટીસની બીમારી છે તો તમને તે થવાની સંભાવનાઓ ખૂબ વધારે વધી જાય છે.
અનહેલ્ધી લાઈફસ્ટાઈલ
તમારા શરીરનું હંમેશા એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે જે લોકો વર્કઆઉટ નથી કરતા તેમને ક્રોનિક ડિઝિઝ થવાનો ખતરો વધી જાય છે. માટે દરરોજ ઓછામાં ઓછા એક કલાક માટે એક્સરસાઈઝ જરૂર કરો.
જરૂર કરતા વધારે ગળ્યુ ખાવું
અમુક લોકોને વધારે ગળ્યુ ખાવાનો શોખ હોય છે. પરંતુ તેમણે એ જાણવું જરૂરી છે કે તેનાથી ડાયાબિટીસનો ખતરો ખૂબ વધી જાય છે કારણ કે કેલેરીમાં વધારો ડાયાબિટીસનું મોટુ કારણ છે. તેના માટે ગળી વસ્તુ સીમિત માત્રામાં ખાવી જોઈએ.
જાડાપણું
જો તમારૂ વજન સતત વધી રહ્યું છે તો આજેથી જ એક્સરસાઈઝ કરવાનું શરૂ કરી દો કારણ કે વજન વધવાથી શરીરની અંદર બ્લડ શુગર લેવલ કંટ્રોલ થવામાં મુશ્કેલી આવે છે અને ધીરે ધીરે તેનાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
આજે જ થઈ જાઓ સતર્ક
જો તમે ઈચ્છો છો કો તમને ડાયાબિટીસ ન થાય તો આજથી જ તમારા સ્વાસ્થ્યને લઈને સતર્ક થઈ જાઓ. અનહેલ્દી લાઈફસ્ટાઈલ છોડો અને હેલ્ધી ખાવાનું શરૂ કરો. ડાયાબિટીસથી બચવા માટે બોડી એક્ટિવિટીસ જરૂરી છે જેનાથી કેલેરીઝ ઘણા હદ સુધી બર્ન થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.