ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Dia Mirza Announces Separation From Husband Sahil Sangha on Social Media, Read Here

ખુલાસો / 11 વર્ષ પછી પતિથી અચાનક અલગ થઇ રહી છે દિયા મિર્ઝા, કહ્યુ- 'અમે મિત્રો રહીશું'

Published By: vtvAdmin

Last Updated: 01:56 PM, 1 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ 11 વર્ષ પછી પતિ સાહિલ સાંઘા સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

એક્ટ્રેસે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.

દિયા મિર્ઝાએ પોસ્ટમાં લખ્યુ છે કે, ''11 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા પછી અમે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે આગળ હંમેશા મિત્રો રહીશુ. અમે અમે અમારા પરિવાર અને મિત્રોનો આભાર માનીએ છીએ કે તેઓએ અમને સપોર્ટ કર્યો, અમને સમજ્યાં. ઉપરાંત મીડિયાના સભ્યોનો પણ આભાર કે તેમણે અમને સપોર્ટ કર્યો. અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે તમે અમારી ભાવનાને સમજીને આ સમયે અમને એકલા રહેવા દે. અમે આ બાબતે હવે આગળ બીજી કોઈપણ વાત નહીં ઉચ્ચારીએ. આભાર, દિયા મિર્ઝા અને સાહિલ સાંઘા.'' બંનેના અલગ થવા પાછળ કયું કારણ જવાબદાર છે તે માહિતી હજુ સુધી બહાર આવી નથી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

ઉલ્લેખનીય છે કે, દિયા મિર્ઝાએ 5 વર્ષ પહેલા 18 ઓક્ટોબરે દિલ્હીમાં બૉયફ્રેન્ડ સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્નની ફોટો દિયા મિર્ઝાએ પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. બંને એકબીજાને 11 વર્ષથી ઓળખે છે. દિયા અને સાહિલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય નજીકના મિત્રો શામેલ થયા હતા. 

આ એક્સ કપલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો દિયા અને સાહિલ સાથે મળીને એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે, જેનું નામ ‘બોર્ન ફ્રી એન્ટરટેઇન્મેન્ટ’ છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ બંનેએ ‘બોબી જાસૂસ’ અને ‘લવ બ્રેકઅપ્સ ઝિંદગી’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી, જે બંને બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment દિયા મિર્ઝા સાહિલ સાંઘા Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ