બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પહેલે દિવસ 200 કરોડ છાપશે ધુરંધર 2, એડવાન્સ બુકિંગમાં ભયંકર તોફાન

મનોરંજન / પહેલે દિવસ 200 કરોડ છાપશે ધુરંધર 2, એડવાન્સ બુકિંગમાં ભયંકર તોફાન

Nirav Kumar

Last Updated: 10:57 PM, 18 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધુરંધર: ધ રીવેન્જ આવતીકાલે એટલે કે, 19 માર્ચે રીલીઝ માટે તૈયાર છે. તેના બુકિંગને જોતા એવું લાગે છે કે, આ ફિલ્મ પહેલા દિવસે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરશે.

રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર: ધ રીવેન્જ" 19 માર્ચે રીલીઝ થઇ રહી છે.  જે લોકો પેઇડ પ્રીવ્યુ જોવા માંગે છે તેઓ ફિલ્મ એક દિવસ પહેલા જોઈ શકશે. પેઇડ પ્રીવ્યુ આજે, 18 માર્ચે સાંજે 5 વાગ્યે શરૂ થયું છે. આ ફિલ્મે પહેલેથી જ સારી કમાણી કરી છે. "ધુરંધર 2" નું વિદેશમાં પેઇડ પ્રીવ્યુ અને ઓપનિંગ ડે એડવાન્સ બુકિંગના આંકડા પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યા છે. બ્લોક સીટો પહેલાથી જ 130 કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી, પરંતુ હવે પ્રીમિયરને કારણે આ આંકડો વધુ વધી ગયો છે.

"ધુરંધર: ધ રીવેન્જ" ના એડવાન્સ બુકિંગને ધ્યાનમાં રાખીને એવું મનાઈ રહ્યું છે કે આ ફિલ્મ પહેલા દિવસે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરશે. જો ફિલ્મ 200 કરોડ રૂપિયાથી ઓપન થશે તો તે આવું કરનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બનશે. જેમાં ત્રણ સાઉથ ઇન્ડિયન ફિલ્મોએ પહેલા દિવસે 200 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. જેમાં પુષ્પા 2 (274 કરોડ), RRR (223 કરોડ) અને બાહુબલી 2 (214 કરોડ) ટોપના ત્રણમાં છે.

vtv app promotion
  • 'ધૂરંધર 2' એ એડવાન્સ બુકિંગથી કેટલી કરી કમાણી?

એક રિપોર્ટ અનુસાર 'ધૂરંધર: ધ રીવેન્જ' એ તેના પહેલા દિવસે એડવાન્સ બુકિંગથી 42.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કલેક્શન 47.91 કરોડ રૂપિયા છે અને સીટો બ્લોક થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 9.95 મિલિયન ટિકિટો વેચાઈ ગઈ છે, જેમાં 12,422 શો પહેલાથી જ ભરાઈ ગયા છે. હિન્દીમાં આ ફિલ્મે એડવાન્સ બુકિંગથી 40 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે, જ્યારે તેલુગુ પ્રીમિયરનો બિઝનેસ 1 કરોડ રૂપિયાની આસપાસ રહ્યો છે.


જે રાજ્યોમાંથી ફિલ્મને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે તેનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું  છે. જેમાં  મહારાષ્ટ્ર - 10.57 કરોડ, દિલ્હી - 7.58, કર્ણાટક - 7.04 કરોડ,  ગુજરાત - 3.11  કરોડ, કેરળ અને મધ્યપ્રદેશ - 1.19  કરોડ, અને આંધ્રપ્રદેશ -1.13 કરોડનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસમાં બ્લોક સીટ્સનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : VIDEO : નોરા ફતેહી અને સંજય દત્તનું 'સરકે ચુનર' ગીત યુટ્યુબ પરથી હટાવાયું, સેન્સર બોર્ડે આપ્યો કાર્યવાહીનો આદેશ

ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ 'ધુરંધર'ની સિક્વલનો રનટાઇમ ઘણો લાંબો છે. આ ફિલ્મ 3 કલાક અને 49 મિનિટ લાંબી છે. આ સિવાય  CBFC તરફથી લીલી ઝંડી મળતા પહેલા ઘણી લાઇનો અને સીન બદલવામાં આવ્યા હતા. જેમાં અમુક એડિટ પણ કરાયું છે. મેકર્સે આ ફિલ્મ માટે કોઈ ખાસ પ્રમોશન કર્યું નથી. ફિલ્મના પેઇડ પ્રીવ્યુ પણ શાંતિથી રિલીઝ કરવામાં આવ્યા છે. હવે તે જોવાનું રહેશે કે આ ફિલ્મ તેના પહેલા દિવસે કેટલી કમાણી કરે છે?


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar2 Worldwide Earn Advance Bookings
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ