બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બોક્સ ઓફિસ પર ધુરંધર 2 ની સુનામી, જવાનનો રેકોર્ડ તૂટ્યો, 16 લાખ ટિકિટો વેચાઈ

મનોરંજન / બોક્સ ઓફિસ પર ધુરંધર 2 ની સુનામી, જવાનનો રેકોર્ડ તૂટ્યો, 16 લાખ ટિકિટો વેચાઈ

Pravin Joshi

Last Updated: 10:31 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. રિલીઝના પહેલા દિવસે 16 લાખથી વધુ ટિકિટો વેચાઈ છે, જે શાહરૂખ ખાનની 'જવાન'ના રેકોર્ડને પણ પાછળ છોડી દે છે.

બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' નો ક્રેઝ હાલમાં આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયો છે. આ ફિલ્મ જોવા માટે પ્રેક્ષકોમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભાગ્યે જ કોઈ ફિલ્મ માટે જોવા મળ્યો હશે. ઈદના તહેવાર પર રિલીઝ થયેલી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ ધમાકો કરી દીધો હતો અને પહેલા દિવસે 200 કરોડથી વધુનું કલેક્શન કરીને બોક્સ ઓફિસને હચમચાવી દીધું છે. ખાસ કરીને ઓનલાઇન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ બુક માય શો પર આ ફિલ્મે ટિકિટ વેચાણનો એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે તોડવો કોઈપણ બોલીવુડ ફિલ્મ માટે મુશ્કેલ હશે.

Dhurandhar 2

અગાઉ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' (2023) એ રિલીઝના પહેલા દિવસે ૧૧ લાખ ટિકિટો વેચીને રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ 'ધુરંધર 2' એ આ રેકોર્ડને મોટા માર્જિનથી તોડી નાખ્યો છે. રણવીરની આ ફિલ્મે ગુરુવારે જ 16 લાખથી વધુ ટિકિટોનું વેચાણ કર્યું છે. જો ભારતીય ફિલ્મોના ઈતિહાસની વાત કરીએ તો, 'ધુરંધર 2' હવે સૌથી વધુ ટિકિટ વેચનારી ફિલ્મોમાં બીજા સ્થાને છે. તે માત્ર અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' થી પાછળ છે, જેના માટે પહેલા દિવસે ૧૭ લાખથી વધુ ટિકિટ બુક થઈ હતી. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે પ્રેક્ષકો રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડી પર કેટલો ભરોસો મૂકી રહ્યા છે.

Dhurandhar 2 review

પ્રેક્ષકોના આ અકલ્પનીય ક્રેઝને પહોંચી વળવા માટે મુંબઈના ઘણા થિયેટરો 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. મુંબઈના કંજૂરમાર્ગ સ્થિત હુમા મોલના મૂવીમેક્સ થિયેટરમાં બુધવારથી જ સતત શો ચાલી રહ્યા છે. અહીં ગુરુવારની મધ્યરાત્રિએ શો પૂરો થયા બાદ શુક્રવારે વહેલી સવારે 2 વાગ્યે અને 6 વાગ્યે પણ શો રાખવામાં આવ્યા હતા, જે તમામ હાઉસફુલ રહ્યા હતા. મુંબઈ ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. નોઈડાના મોલ ઓફ ઈન્ડિયામાં પીવીઆર સુપરપ્લેક્સ ખાતે શુક્રવાર માટે એક જ દિવસમાં ૩૭ શો શેડ્યૂલ કરવામાં આવ્યા હતા. આટલા બધા શો હોવા છતાં પણ લોકોને પોતાની મનપસંદ સીટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

વધુ વાંચો : 'ધુરંધર 2' એ ડંકો વગાડ્યો! કમાણી કરોડોને પાર, ડાયરેક્ટરના ઘરે જશ્નનો માહોલ

ફિલ્મની સફળતા પાછળ રણવીર સિંહનું દમદાર પરફોર્મન્સ અને આદિત્ય ધરનું શાનદાર ડાયરેક્શન હોવાનું માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના સીન્સ અને ડાયલોગ્સ પર સતત ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે જે લોકોએ ફિલ્મ નથી જોઈ તેઓ પણ જલ્દીથી થિયેટર સુધી પહોંચવા આતુર છે. હવે જોવાનું એ રહેશે કે વીકેન્ડ દરમિયાન 'ધુરંધર 2' કમાણીના કયા નવા શિખરો સર કરે છે. જે પ્રકારે અત્યારે ટિકિટ બારી પર ભીડ જોવા મળી રહી છે, તે જોતા લાગે છે કે આ ફિલ્મ બોલીવુડના ઘણા જૂના રેકોર્ડ્સને કાયમ માટે ભૂંસી નાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar2 RanveerSingh BoxOfficeRecord
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ