ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ધુરંધર 2' એ ડંકો વગાડ્યો! કમાણી કરોડોને પાર, ડાયરેક્ટરના ઘરે જશ્નનો માહોલ

બોલીવુડ / 'ધુરંધર 2' એ ડંકો વગાડ્યો! કમાણી કરોડોને પાર, ડાયરેક્ટરના ઘરે જશ્નનો માહોલ

Published By: Priykant Shrimali

Last Updated: 12:45 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhurandhar 2 : ‘ધુરંધર 2’ ની બોક્સ ઓફિસ પર ધૂમ: 200 કરોડ પાર, સ્ટાર્સમાં ખુશીનો માહોલ, અહીં જુઓ Videos

ADVERTISEMENT

Dhurandhar 2 : ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. વાસ્તવમાં ફિલ્મપ્રેમીઓ લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, એ ધુરંધર 2 આખરે 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ તરફ ફિલ્મ રિલીઝ થતા જ ધમાકેદાર સફળતા મેળવી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે બોક્સ ઓફિસ પર તેની કમાણી ઝડપથી વધી રહી છે.

આ ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર અને મુખ્ય અભિનેતા રણવીર સિંહ બંને ફિલ્મની સફળતા લઈને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે ટૂંકા સમયમાં જ 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાની દિશામાં મજબૂત આગળ વધ્યું છે.

સફળતા પછી ઉજવણીનો માહોલ

ફિલ્મ રિલીઝ થયા પછી મુંબઈમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મની સ્ટાર કાસ્ટ એક સાથે આવી અને સફળતાની ઉજવણી કરી. આ પ્રસંગે રણવીર સિંહ ખૂબ જ ખુશીથી નાચતા જોવા મળ્યા, અને તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. ફિલ્મમાં રણવીરે ‘હમઝા’નું પાત્ર ખૂબ જ જીવંત રીતે નિભાવ્યું છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમની ઊર્જા અને અભિનય ફિલ્મની સફળતામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.

આ પણ વાંચો : ધુરંધર 2એ અડધા દિવસમાં તોડ્યો બોર્ડર-2નો રેકોર્ડ, 2026ની સૌથી મોટી ઓપનિંગ રણવીરને નામે

બીજા એક વીડિયોમાં રણવીર સિંહ અને આદિત્ય ધર વચ્ચેની વાતચીત પણ જોવા મળે છે, જેમાં રણવીર ચાહકોનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તે ઉપરાંત, એક વીડિયોમાં આદિત્ય ધર પોતાની પત્ની યામી ગૌતમ અને અભિનેત્રી સારા અર્જુન સાથે ખુશીના પળો માણતા નજરે પડે છે. આ બધું જોઈને સ્પષ્ટ થાય છે કે ટીમને ફિલ્મની સફળતા પર પૂરતો વિશ્વાસ હતો. ફિલ્મને ઈદના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી, જેનાથી તેની કમાણીમાં વધુ વધારો થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar 2 Movie Ranveer Singh Performance Box Office Collection

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ