બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ધુરંધર 2એ અડધા દિવસમાં તોડ્યો બોર્ડર-2નો રેકોર્ડ, 2026ની સૌથી મોટી ઓપનિંગ રણવીરને નામે

બોલિવૂડ / ધુરંધર 2એ અડધા દિવસમાં તોડ્યો બોર્ડર-2નો રેકોર્ડ, 2026ની સૌથી મોટી ઓપનિંગ રણવીરને નામે

Nirav Kumar

Last Updated: 05:06 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર અડધા જ દિવસમાં ધુરંધર 2 આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. જેમાં એક કલાકમાં 1,00,000 ટિકિટો વેચાઈ ગઈ હતી. 'ધુરંધર 2' તેના પહેલા દિવસે 100 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન હાંસલ કરે તેવી શક્યતા છે.

'ધુરંધર 2' ની જાહેરાત થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર સુનામી આવવાનું લગભગ નક્કી હતું. આદિત્ય ધરની ફિલ્મ રિલીઝ થયાના અડધા દિવસમાં જ સુનામી મોડમાં પહોંચી ગઈ હતી. ગુરુવારે બપોરથી જ 'ધુરંધર 2' એ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું અને એક કલાકમાં 1,00,000 ટિકિટો વેચાઈ ગઈ હતી. આથી કન્ફર્મ થયું હતું કે, 'ધુરંધર 2' તેના પહેલા દિવસથી જ ઘણા મોટા રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.

રણવીર સિંહની ફિલ્મનું એડવાન્સ બુકિંગ એટલું જોરદાર હતું કે તેને અડધા રેકોર્ડ તોડી નાખ્યા છે. શરૂઆતના દિવસે 50 કરોડ રૂપિયાથી વધુના એડવાન્સ ગ્રોસ કલેક્શન સાથે, 'ધુરંધર 2' તેના પહેલા દિવસે 100 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન હાંસલ કરે તેવી અપેક્ષા છે. ગુરુવાર બપોર સુધીમાં આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન આ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.

"ધુરંધર 2" એ 19 માર્ચના રોજ માત્ર અડધા દિવસમાં 30 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. જે ત્રણ મહિના પહેલા રિલીઝ થયેલી "ધુરંધર" (28.60 કરોડ રૂપિયા નેટ) ના ઓપનિંગ કલેક્શનને વટાવી ગયો છે. જેમાં  SacNilc ના જણાવ્યા મુજબ, "ધુરંધર 2" એ માત્ર અડધા દિવસમાં આશરે 33 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસે રિલીઝ થયેલી સની દેઓલની "બોર્ડર 2" 2026 ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી. તેનું પહેલા દિવસનું કલેક્શન 32.10 કરોડ રૂપિયા હતું. હવે "ધુરંધર 2" એ તેની રિલીઝના માત્ર અડધા દિવસમાં "બોર્ડર 2" ને પાછળ છોડી દીધી છે. જેમાં રણવીર સિંહની ફિલ્મ હવે પહેલા દિવસના અંત પહેલા જ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. "ધુરંધર 2" એ બુધવારે રિલીઝ પહેલા યોજાયેલા પ્રીવ્યૂમાંથી 43 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એટલે કે આ રિપોર્ટ લખતી વખતે 'ધુરંધર 2' એ પ્રીવ્યૂ સહિત 75 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.

'ધુરંધર 2' ફિલ્મને લઈને બોક્સ ઓફિસ પર ભારે ચર્ચા ચાલી રહી છે અને બપોરના થિયેટર શો ભરાઈ રહ્યા છે. જેમાં પોઝિટિવ રીવ્યુ અને વર્ડ ઓફ માઉથે ફિલ્મના એડવાન્સ બુકિંગને વેગ આપ્યો છે. જેનું  બુકિંગ સૂચવે છે કે 'ધુરંધર 2' સાંજે અને રાત્રિના શોમાં મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે તેવી અપેક્ષા છે.

વધુ વાંચો : એ 5 કારણ, જેના લીધે દરેકે થિયેટરમાં જઇને જોવી જોઇએ 'ધુરંધર 2'

ઉલ્લેખનીય છે કે, માત્ર અડધા દિવસમાં 2026 ની સૌથી મોટી ઓપનર બની ગયેલી 'ધુરંધર 2' આ રેકોર્ડ કેટલો સમય જાળવી શકશે તે ગુરુવારના લાસ્ટ કલેક્શન પર આધારિત છે. હવે એ જોવાનું બાકી છે કે રણવીરની ફિલ્મ આગામી દિવસોમાં બોક્સ ઓફિસના રેકોર્ડ કેવી રીતે તોડે છે?


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Biggest Opening Film Net Collection Dhurandhar 2
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ