બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:53 PM, 19 March 2026
‘ધુરંધર: દ રિવેન્જ’ (ધુરંધર 2) રિલીઝ થતાની સાથે જ દર્શકોમાં ભારે ચર્ચા અને ઉત્સાહ ઉભો કરી દીધો છે. આ સિક્વલ રણવીર સિંહના ખતરનાક અવતાર, હાઈ-ઓક્ટેન એક્શન અને ગ્રિંપીગ સ્ટોરી સાથે આવ્યો છે. જો તમે એક્શન અને થ્રિલરનો આનંદ માણવા માંગો છો તો થિયેટરમાં જવું પડશે.
ADVERTISEMENT
ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે જસકિરત સિંહ રંગીના પરિવાર સાથે શું બન્યું હતું અને તેમના ભૂતકાળની ગહનીઓ કથાઓ કેવી રીતે તેમને આ દમદાર બદલા તરફ દોરે છે. આ સિક્વલ તેમના કરાચી અંડરવર્લ્ડ સાથેના કનેક્શનને ઉજાગર કરે છે. ‘ઉરી: દ સર્જિકલ સ્ટ્રાઈક’ સાથેના કનેક્શન દર્શાવવું સ્ટોરીને ગ્રિપીંગ અને રસપ્રદ બનાવે છ, જે દર્શકોને ક્લાઈમેક્સ સાથે કનેક્ટ રાખે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રણવીર સિંહ હમજા અલી મજારીનું પાત્ર ખતરનાક બતાવવામાં આવ્યું છે. પહેલા ભાગમાં તેઓ અંડરકવર સ્પાય હતા પરંતુ હવે લિયારી વિસ્તારમાં રાજ કરવા આવ્યા છે. તેમની પ્રતિભા એક્શન, ડ્રામા અને સ્ટ્રોંગ મૂવ્સ સાથે છે જે ફિલ્મને વધારે સસ્પેન્સફુલ બનાવે છે.

ADVERTISEMENT
આદિત્ય ધર દરેક ફ્રેમને ખૂબ જ વિચાર-વિમર્શ કરીને ડિઝાઇન કરે છે. ફિલ્મમાં છુપાયેલા ઈસ્ટર એગ્સ અને પહેલાની ફિલ્મના કોલબેક્સ દર્શકો માટે એક્સક્લૂસિવ અનુભવ આપે છે. દરેક સીનના વિઝ્યુઅલ, રંગ અને કેમેરા એંગલ સ્ટોરીને ગ્રિંપીગ બનાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યામી ગૌતમની એન્ટ્રી સ્ટોરીમાં અચાનક ટિવસ્ટ લાવે છે. તેઓ એક ડૉક્ટર તરીકે ફિલ્મમાં આવે છે જે ઇન્ટેન્સિટી, અનપ્રેડિક્ટેબિલિટી અને ચાર્મને સ્ટોરીમાં ઉમેરે છે. તેમની ઉપસ્થિતિ ફિલ્મની થ્રિલ અને એક્શન સામે દ્રશકોના રોમાંચને વધારે છે.

અર્જુન રામપાલનું પાત્ર વધારે ખતરનાક અને બદલાથી ભરેલો છે. ફિલ્મમાં હથોડા, તલવાર અને બંદૂકથી ભરેલા સીન છે જેને જોઈને દર્શકોના રુંવાડા ઉભા થઈ જાય છે.

આ પણ વાંચોઃ પ્રીવ્યૂમાં જ ધુરંધર 2 એ ડંકો વગાડી દીધો, તોડ્યો 'સ્ત્રી-2'નો રેકોર્ડ! જુઓ કલેક્શન આ એક્શન અને વોલેટાઇલ સીન ફિલ્મને થિયેટરમાં જોવાની મજા બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.