બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / dhruv jurel 1st indian wicket keeper in last 22 years to won mom award in debut series 2024

સ્પોર્ટ્સ / IND vs ENG: 22 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ જગતમાં આ સમય આવ્યો, ધ્રુવ જુરેલે સર્જ્યો ઇતિહાસ

Published By: Vikram Mehta

Last Updated: 08:32 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંચી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે આ મેચમાં 5 વિકેટથી જીત મેળવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. છેલ્લા 22 વર્ષમાં કોઈપણ ભારતીય વિકેટકીપર આ કામ કરી શક્યો નથી.

રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતીય ટીમે આ મેચમાં 5 વિકેટથી જીત મેળવી છે. 23 વર્ષીય યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે બંને ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 22 વર્ષમાં કોઈપણ ભારતીય વિકેટકીપર આ કામ કરી શક્યો નથી. 

ધ્રુવ જુરેલે ડેબ્યૂ સીરિઝમાં ઈતિહાસ રચ્યો
ભારતીય ટીમ માટે ધ્રુવ જુરેલ સંકટમોચક સાબિત થયા છે. રાંચી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ધ્રુવ જુરેલે 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં 39 રન કરીને ભારતીય ટીમને જીત અપાવી. ધ્રુવ જુરેલના શાનદાર પ્રદર્શન કરતા તેમને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો. અગાઉ વર્ષ 2002માં અજય રાત્રાએ આ ઈતિહાસ રચ્યો હતો. 

ધ્રુવ જુરેલ નંબર-1
ધ્રુવ જુરેલે ભારતીય ટીમ માટે અત્યાર સુધી માત્ર 2 ટેસ્ટ મેચ રમી છે અને ભારતીય ફેન્સ માટે સ્ટાર બની ગયા છે. ધ્રુવ જુરેલ સૌથી ઓછી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય વિકેટકીપર બની ગયા છે. ધ્રુવ જુરેલે ટેસ્ટ કરિઅરની બીજી ટેસ્ટ મેચમાં જ આ એવોર્ડ જીતી લીધો છે. અજય રાત્રાએ વર્ષ 2002માં ત્રીજી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો.

વધુ વાંચો: 'ભૂખ હોવી જોઈએ', હાર્દિક- ઈશાન પર રોહિત શર્માનો મોટો હુમલો, કેમ વધી કડવાશ?

સૌથી ઓછી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ બનનાર ભારતીય વિકેટકીપર
2 ટેસ્ટ મેચ- ધ્રુવ જુરેલ
3 ટેસ્ટ મેચ- અજય રાત્રા
14 ટેસ્ટ મેચ- નયન મોંગિયા
16 ટેસ્ટ મેચ- ઋષભ પંત
16 ટેસ્ટ મેચ- રિદ્ધિમાન સાહા
31 ટેસ્ટ મેચ- એમ.એસ ધોની

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Dhruv Jurel dhruv jurel debut series 2024 dhruv jurel man of the match ind vs eng 4th test wicket keeper dhruv jurel ધ્રુવ જુરેલ ધ્રુવ જુરેલ મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ મેચ એવોર્ડ Ind vs Eng

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ