બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Dharmendra Pradhan chairs 55th IIT Council meeting in Bhubaneswar

મહત્વના સૂચનો / 'વિદ્યાર્થીઓને આપઘાત કરતાં અટકાવવા આટલું તાકીદે કરો', કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ IITsને આપ્યાં મોટા આદેશ

Hiralal

Last Updated: 09:21 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની આઈઆઈટીમાં વિદ્યાર્થીઓના આપઘાતની વધી રહેલી ઘટનાઓને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ તેમને કેટલાક કામ તાકીદ કરવાનું જણાવ્યું છે.

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી 55મી IIT કાઉન્સિલ મીટિંગની અધ્યયક્ષતા
  • IIT મેનેજમેન્ટને વિદ્યાર્થીઓને તમામ મદદ પૂરી પાડવાનો આપ્યો આદેશ 
  • દબાણ, નિષ્ફળતાની બીક ઘટાડવાની જરુર 
  • IITએ ભેદભાવ પ્રત્યે ઝીરો ટોલેરન્સ અપનાવવું જોઈએ 

દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં મુંબઈ આઈઆઈટીમાં અમદાવાદના દર્શન સોલંકી નામના દલિત યુવાને કથિત રીતે ભેદભાવથી કંટાળીને બિલ્ડીંગ પરથી કૂદીને આપઘાત કર્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ભુવનેશ્વરમાં આઈઆઈટી કાઉન્સિલની 55મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગને સંબોધતા તેમણે કહ્યું કે આઈઆઈટીએ વિદ્યાર્થીઓ માટે તમામ સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરવી જોઈએ અને તમામ પ્રકારના ભેદભાવ માટે ઝીરો ટોલેરન્સ અપનાવવું જોઈએ.  

વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલની વ્યવસ્થા કરવી 
આઈઆઈટી કાઉન્સિલે એવું કહ્યું કે વિદ્યાર્થીઓમાં દબાણ, નિષ્ફળતાનો ડર અને રિજેક્શનની ભાવના ઘટાડવાની જરુર છે અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે એક યોગ્ય તંત્રની રચના કરવી જોઈએ. તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલની પણ વ્યવસ્થા કરવી જોઈએ. 

આત્મહત્યાના કિસ્સાઓ અંગે પીડા વ્યક્ત કરી
મંત્રીશ્રીએ તાજેતરમાં આત્મહત્યાના કિસ્સાઓ અંગે પોતાની પીડા વ્યક્ત કરી હતી અને સંસ્થાઓમાં ભેદભાવ માટે શૂન્ય સહિષ્ણુતાની મજબૂત વ્યવસ્થા વિકસાવવા સહિત વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે ડિરેક્ટર્સને સક્રિય બનવા જણાવ્યું હતું.
મંત્રીએ એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એનઇપી2020 મુજબ બહુવિધ વિકલ્પોની મંજૂરી મળવી જોઈએ. તેમણે આ મામલે વધુ વિગતવાર અહેવાલ અને ચર્ચા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો.

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટેના પગલાંઓની ચર્ચા 
આઇઆઇટી ગાંધીનગરના ડાયરેક્ટરે વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન પાછળ સંભવિત સામાજિક, મનોવૈજ્ઞાનિક અને અન્ય સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓ રજૂ કર્યા હતા. કાઉન્સિલે આઈઆઈટીમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે જરૂરી અનેક પગલાઓની ચર્ચા કરી હતી. કાઉન્સિલે મજબૂત ફરિયાદ નિવારણ પ્રણાલીની જરૂરિયાત, મનોવૈજ્ઞાનિક પરામર્શ સેવાઓમાં વધારો, દબાણ ઘટાડવા અને વિદ્યાર્થીઓમાં નિષ્ફળતા/અસ્વીકારના ભયને ઘટાડવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

મુંબઈ IITમાં  અમદાવાદના યુવાને કર્યો હતો આપઘાત 
12 ફેબ્રુઆરી 2023માં મુંબઈ IITમાં કથિત ભેદભાવથી તંગ આવીને અમદાવાદના યુવાન દર્શન સોલંકીએ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. સિટી ક્રાઈમ બ્રાંચે આપઘાત કેસમાં તેના ક્લાસમેટ 19 વર્ષીય અરમાન ખત્રીની આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. દર્શન સોલંકીના આપઘાત કેસમાં મળેલી સુસાઈડ નોટમાં કથિત રીતે અરમાન ખત્રીનું નામ હતું. દર્શન સોલંકીએ હોસ્ટેલની બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિય ઈન્વેસ્ટિગેશન ટીમને આપઘાતના લગભગ એક મહિના બાદ હોસ્ટેલના રુમમાંથી સુસાઈડ નોટ મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ