બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 27 June 2025
Jagannath Puri Rath Yatra 2025: ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં 27 જૂને અષાઢ શુક્લ પક્ષના બીજ તિથિએ રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવે છે. આ પ્રસંગે, આજે જાણીએ જગન્નાથ મંદિરની એક અનોખી પરંપરા અને તેની સાથે જોડાયેલા રહસ્ય વિશે.
ADVERTISEMENT

અહીં ભગવાન જગન્નાથની મૂર્તિ દર 12 વર્ષે બદલવામાં આવે છે, જ્યારે અષાઢના બે મહિના હોય છે. ક્યારેક અષાઢના અધિક માસ આવવામાં વધારે સમય લાગી જાય છે. ત્યારે આ વિધિમાં પણ વિલંબ થાય છે. આ પરંપરાને નવકલેવર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ શબ્દ પોતે જ કહે છે કે હવે ભગવાનનું એક નવું કલેવર અથવા નવું સ્વરૂપ જોવા મળશે. આ સાથે, બ્રહ્મ પદાર્થને ગુપ્ત પ્રક્રિયા સાથે કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે, જેના કારણે ભગવાન જગન્નાથનું હૃદય ધબકતું રહે છે. ચાલો જાણીએ વિગતવાર...
ADVERTISEMENT

ધાતુ કે પથ્થરની બનેલી નથી બનતી મૂર્તિઓ
ADVERTISEMENT
સામાન્ય રીતે, તમે જે પણ મંદિરમાં જાઓ છો, ત્યાં તમને ધાતુ કે પથ્થરની બનેલી મૂર્તિઓ જોવા મળશે. પરંતુ, ઓડિશાના પુરીમાં સ્થિત રહસ્યમય જગન્નાથ મંદિરમાં, ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ લાકડાની બનેલી હોય છે. સમય સાથે મૂર્તિઓ ખરાબ ન થાય એ માટે દર 12 વર્ષે તેમને બદલી નાખવામાં આવે છે. એનાથી આ મૂર્તિઓની દિવ્યતા અને અખંડિતતા જાળવી રાખે છે, તે જીવન ચક્ર, પરિવર્તન અને નવીકરણનું પણ પ્રતીક છે, જે કહે છે કે પરિવર્તન જ સ્થિર છે.
લીમડાના લાકડાની બનેલી છે મૂર્તિઓ
ADVERTISEMENT
ભગવાનની મૂર્તિઓ લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે, જે મુખ્ય પૂજારી દ્વારા પસંદ કરવામાં આવે છે. પરંતુ, તેની શરત એ હોય છે કે આ વૃક્ષ 100 વર્ષ જૂનું અને દોષ રહિત હોવું જોઈએ.

ADVERTISEMENT
મૂર્તિ બદલતી વખતે, જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ભગવાનનું હૃદય છે, જે તેમના દેહ છોડ્યા પછી કરવામાં આવેલા અંતિમ સંસ્કારમાં બચી ગયું હતું. આ હૃદય હજુ પણ ભગવાન જગન્નાથની મૂર્તિઓમાં ધબકી રહ્યું છે.
આ પણ વાંચો: આજે ભગવાન જગન્નાથની દિવ્ય રથયાત્રા, જાણો રથને ખેંચનાર ત્રણ દોરડાઓના પણ છે વિશેષ નામ અને મહત્ત્વ
ADVERTISEMENT
ગુપ્ત રીતે કરવામાં આવે છે આ વિધિ
જ્યારે આ વિધિ કરવામાં આવે છે, ત્યારે આખા શહેરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, ત્યારે પુજારી પોતાની આંખો પર પાટા બાંધી લે છે. એવું કહેવાય છે કે તેમને આ બ્રહ્મ પદાર્થ ધબકતો અનુભવાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.