બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dharm News thirsday guruvar vrath for wedding couple

વ્રત-કથા / ગુરૂવારનો ગુરૂ મંત્ર: જેમના વિવાહમાં વિલંબ થતો હોય તે જરૂર વાંચે

Published By: Gayatri

Last Updated: 09:34 AM, 25 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂવારને દિવસે નીચે જણાવેલા ઉપાય કરશો તો તમારા ઘરે રૂપિયાની રેલમછેલ તો થશે જ સાથે સાથે જે વિવાહ વાંચ્છુકોના લગ્ન નથી થતા તેમના વિવાહ પણ થશે.

ગુરૂ ગ્રહને ધન, વિદ્યા અને વૈવાહિક તેમજ સંતાનો માટે કારક માનવામાં આવશે. એટલે તમારો આ ગ્રહ જેટલો મજબૂત હશે તમારૂં ભાગ્ય પણ એટલુ જુ ખેલી ઉઠશે. 
 
આ કરવાથી લગ્ન ઝટપટ થઈ જશે

ગુરૂવારને દિવસે ઉપવાસ કરો અથવા વ્રત કરો. એટલે કે નીશ્ચીત કરેલ વિધિ-વિધાનને 21 ગુરુવાર સુધી પાળવાથી ભલભલા દરિદ્રનો પણ બેડો પાર થાય છે જો તમારા લગ્ન ન થતા હોય તો. ગુરુવારનું વ્રત કરો. કેળાના છોડને જળ ચઢાવી તેની પૂજા-અર્ચના કરો. આવું કરવાથી તમારા વિવાહ જલદી થશે. કોઈ અવરોધ હશે તો દૂર થઈ જશે. 

વિવાહમાં થતા વાદ-વિવાદ અને કલહ કંકાસને પણ ટાળશે

કુંડળીમાં ગુરૂ દોષ હોય તો ગુરૂવારને દિવસે તમે સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના જરૂર કરો અને વિષ્ણુ સ્હસ્ત્રનામનો પાઠ પણ કરો. આનાથી તમારા વિવાહની અડચણો તો દૂર થશે જ પણ જો તમે વિવાહીત છો તો તમારા વિવાહમાં થતા વાદ-વિવાદ અને કલહ કંકાસને પણ ટાળશે. 
 
ગુરૂવારનું વ્રત કરો

બૃહસ્પતિ દેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે વિશેષ રૂપથી બૃહસ્પતિ દેવની મૂર્તિને વિધિવિધાનથી કોઈ પીળા વસ્ત્ર પર સ્થાપિત કરો. પછી ચંદન અને પીળા ફુલથી તેમની પૂજા અર્ચના કરો. આ સાથે જ પ્રસાદમાં ચણાની દાળ અને ગોળ ચઢાવો.ગુરૂવારના દિવસે પીળા વસ્ત્ર પહેરવા ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે આવુ કરો છો તો આ ઉપાય તમારો ભાગ્યોદય કરી શકે છે. બૃહસ્પતિ દેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરૂવારના દિવસે કોઈ વડીલ બ્રાહ્મણને ભોજન જરૂર કરાવો અને તેમના આશીર્વાદ લો.

કેટલીક ટીપ્સ

  • ગુરૂવારે મંદિરમાં કેસર અને ચણાની દાળનુ દાન કરો. તેનાથી તમને જરૂર લાભ થશે.
  • માથા પર ચંદનનુ તિલક લગાવો છો તો આ પણ તમારે માટે લાભદાયક રહેશે.
  • ગુરૂનો કોઈપણ પ્રકારનો દોષ દૂર કરવા માટે તમે ગુરૂવારના દિવસે ન્હાવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરો.
  • સ્નાન કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરો.
  • ગુરૂવારના દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન તો કોઈની પાસેથી ઉધાર લો.  
  • ધાર્મિક પુસ્તકોનુ દાન કરો છો તો તમને બૃહસ્પતિ દેવનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા અભ્યાસમાં આવી રહેલ બધા પ્રકારની સમસ્યાઓનો અંત આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Dharm News Wedding guruvar ગુરૂવાર ધર્મ વ્રત-કથા Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ