બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:51 AM, 13 April 2025
રામાયણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ પવિત્ર ગ્રંથ ભગવાન શ્રી રામના જીવન, તેમના ચરિત્ર અને ધર્મની ઊંડાણપૂર્વક વાત કરે છે. રામાયણ માત્ર રાવણના વધ અને વનવાસની કથા નથી, પરંતુ તેમાં અનેક એવા તથ્યો છે જેને જાણીને આશ્ચર્ય થાય છે. રામાયણના ગ્રંથ અનુસાર, સીતા સ્વયંવરમાં જે ધનુષ્ય તોડવાનું હતું તેનો નામ ‘પિનાક’ હતો. પિનાક ધનુષ્ય ભગવાન શિવનું હતું અને તે અત્યંત શક્તિશાળી હતું. શ્રી રામે તેમનું પરાક્રમ બતાવી આ ધનુષ્ય તોડ્યું હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
કુંભકર્ણે ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવવા માટે યજ્ઞ કર્યો. ઇન્દ્રને ડર હતો કે તે તેનું સ્થાન માંગશે, તેથી તેણે સરસ્વતીને તેની જીભ પર બેસવા કહ્યું. કુંભકર્ણે ઈન્દ્રાસનને બદલે નિદ્રાસન કહ્યું અને છ મહિનાની ઊંઘનું વરદાન મેળવ્યું.
ADVERTISEMENT
ઘણા લોકો જાણે છે કે ભગવાન રામના ત્રણ ભાઈ હતા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે રામને એક બહેન પણ હતી શાંતા. શાંતા માતા કૌશલ્યાની પુત્રી હતી અને રાજા દશરથે તેમને અંગદેશના રાજા રોમપદને દત્તક આપી દીધા હતા, કારણ કે તેમને સંતાન નહોતું. શાંતા એક વિદુષી અને ગૌરવભર્યા વ્યક્તિત્વવાળી સ્ત્રી હતી.

ADVERTISEMENT
લક્ષ્મણ અને તેમની પત્ની ઉર્મિલાની કથા પણ ખૂબ અનોખી છે. જ્યારે રામ વનવાસ ગયા ત્યારે લક્ષ્મણે નિદ્રા દેવીને વિનંતી કરી કે તેઓ તેમના ભાઈ અને ભાભાની સેવા માટે નિદ્રા ન આવે. નિદ્રા દેવીને તેનો સ્વીકાર ત્યારે જ થયો જ્યારે કોઈ બીજું વ્યક્તિ તેના સ્થાને ઊંઘ લેશે. લક્ષ્મણે પોતાની પત્ની ઉર્મિલાનું નામ આપ્યું. ઉર્મિલાએ આ જવાબદારી સ્વીકારી અને પછીના 14 વર્ષ સુધી ઊંઘતી રહી, જેથી લક્ષ્મણ 14 વર્ષ સુધી જાગી શકે.
આ પણ વાંચો : રવિવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, સૂર્યદેવ થઇ જશે નારાજ, આવશે ખરાબ પરિણામ
ADVERTISEMENT
આ તમામ કથાઓ રામાયણને વધુ ઉજવેલ અને અધ્યાત્મિક દૃષ્ટિએ ઊંડું બનાવે છે. રામાયણમાં છુપાયેલા આવા અનેક તથ્યો જીવનને સમજવા અને જીવવાની દિશા આપતા છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.