ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આજે ધનતેરસ, ભૂલથી પણ ન ખરીદતા દિવાળીની આ 2 ચીજ, નહીંતર લક્ષ્મીજી થઇ જશે નારાજ

ધર્મ / આજે ધનતેરસ, ભૂલથી પણ ન ખરીદતા દિવાળીની આ 2 ચીજ, નહીંતર લક્ષ્મીજી થઇ જશે નારાજ

Published By: Jinal Chauhan

Last Updated: 10:48 AM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે, જે સમુદ્ધિ અને પરિવારની સુરક્ષાનું પ્રતીક છે. આ દિવસે માતા લક્ષ્મી સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. પણ શનિવારે સારવરણી અને સરસવનું તેલ ન ખરીદવું જોઈએ.

ADVERTISEMENT

ધનતેરસના દિવસે દીવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ પાંચ દિવસનો તહેવાર આરોગ્ય, ધન-સમુદ્ધિ, શુભ-લાભ વંશ વૃદ્ધિ અને પરિવારની સુરક્ષા અને સંબંધોનો છે. આ દિવસ ખરીદીનો છે, કારણ કે તે દિવાળીની શરૂઆતનો દિવસ છે, એટલા માટે દિવાળીની ખરીદી પણ આજે પણ કરી શકાય છે. જે પુરી રીતે બજારનો ઉત્સવ છે.

dhanteras.width-800

સાવરણી અને સરસવના તેલની ખરીદી

એક સાવરણી અને સરસવનું તેલ, શનિવારે આ બન્નેની ખરીદી ન કરવી જોઈએ. આજે શનિવાર છે એટલે જો જરૂર હોય તો પણ આજે ન ખરીદશો.

સાવરણી અને સરસવના તેલની ખરીદી રવિવારે બપોર પહેલા કરી લેજો. આજે 18 ઓક્ટોબર 2025ની ત્રયોદશી તિથી બપોરે 12:18 વાગ્યે શરૂ થઈને 19 ઓક્ટોબર 1:51 વાગ્યે પુરી થશે.એટલે આવતીકાલ રવિવારે પણ અમુક વસ્તુઓની ખરીદી કરી શકાય છે.ધનતેરસમાં પણ પ્રદોષ કાળનું મહત્વ છે, જેથી મહત્વની ખરીદી આજે જ કરી લેજો માત્ર સાવરણી અને સરસવના તેલને બાદ કરીને.

Copy of સિંહ રાશિ - 2025-10-14T212338.885

સાવરણીનો સંબંધ સાફ-સફાઈ અને સમુદ્ધિ સાથે પણ છે. જેને યોગ્ય સમયે ખરીદવા અને ઉપયોગ કરવાથી ખુશી અને ધન સંપત્તિ આવે છે. સારવણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, અને જો તેને ખોટા દિવસે ખરીદવામાં આવે તો આનાથી ઘરના સુખ-સમુદ્ધિ અને ભાગ્ય લક્ષ્મી નારાજ થઈ શકે છે.

ક્યારે સાવરણી ન ખરીદવી જોઈએ

ધાર્મિક અને જ્યોતિષી દ્રષ્ટીએ જોવા જઈએ તો સપ્તાહના અમુક એવા દિવસ હોય છે, જ્યારે સાવરણી ખરીદવી અશુભ ગણવામાં આવે છે. એક માન્યતા છે કે શનિવાર અને મંગળવારે સાવરણી ખરીદવાથી ઘરમાં પૈસાની તકલીફ ઊભી થઈ શકે છે અને પરિવારમાં આર્થિક સમસ્યા આવી શકે છે. આ દિવસે સાવરણી ખરદીવાથી ઘરની લક્ષ્મી રિસાઈ જાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ આજે ધનતેરસ, ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કરો લક્ષ્મી પૂજા, જાણો શુભ મુહૂર્ત અને વિધિ

આ દિવસને જ્યોતિષ શાસ્ત્રમાં પણ મહત્વનો ગણવામાં આવ્યો છે, કારણ કે આ દિવસોનું કનેક્શન શનિ અને મંગળ સાથે છે, જે કર્મ અને સંઘર્ષનું પ્રતિનિધિત્વ કરે છે.

શુભ સમયે સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. જ્યોતિષના કહ્યા પ્રમાણે, બુધવારે, ગુરુવારે અને શુક્રવારે સાવરણી ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં સાવરણી ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ આવે છે અને ભાગ્ય લક્ષ્મી પ્રસન્ના થાય છે.

શનિવારે સરસવના તેલની ખરીદી ન કરવી જોઈએ. સરસવનું તેલ શનિનું પ્રતીક છે અને આ દિવસે તેલનું દાન કરવામાં આવે છે. પણ દિવાળીના દીવા માટે સરસવનું તેલ જરૂરી છે, એટલા માટે તેની ખરીદી શનિવારે એટલે કે આજે ન કરશો.

આજે શનિ પ્રદોષ વ્રત

ધનતેરસની સાથે, આજે શનિ પ્રદોષ વ્રત પણ છે. તેથી, આજે સાંજે શનિદેવને દીવો પ્રગટાવીને અર્પણ કરો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે, તેમના 'અર્ઘ' ની સામે દીવો પ્રગટાવો અને તેમાં થોડા કાળા તલ નાખો. આનાથી તમારા પર શનિ દોષની અસર ઓછી થશે. જો તમે કોઈપણ બીમારીથી પીડિત છો, તો તમને સ્વાસ્થ્ય લાભ થશે અને દેવાથી પણ રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali2025 Dhanteras LakshmiBlessings

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ