બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Delhi Severe Pollution video goes viral air quality worsens within 6 months

VIDEO / દિલ્હીની ભયંકર પ્રદૂષણની ચાદરનો વિડિયો વાયરલ; 6 જ મહિનાના અંતરમાં દિલ્હીની હવાનું સ્તર બન્યું આવું

Published By: Shalin

Last Updated: 07:25 PM, 13 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાનીમાં પ્રદૂષણ દર વર્ષે શિયાળામાં જોખમી સ્તરે વધી જાય છે. આ વર્ષે તેનો વીડિયો વાયરલ થયો છે જેમાં છ જ મહિનામાં પાટનગરમાં પ્રદૂષણની કેટલી ઘટ્ટ ચાદર છવાઈ ગઈ છે તે સ્પષ્ટ દેખાય છે.

ભારતની રાજધાની નવી દિલ્હી ફક્ત ભારતનું નહીં આખા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. અહીં હવાની ગુણવત્તા તંદુરસ્ત હવા કરતા 10-10 ગણી પ્રદૂષિત છે. આ સમસ્યા શિયાળામાં ઘેરી બને છે. સ્કૂપવ્હૂપ નામની એક ચેનલે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર છે અને 6 જ મહિનામાં શહેર ઉપર પ્રદૂષણની કેટલી ઘટ્ટ ચાદર છવાઈ ગઈ તેનો ડ્રોન વીડિયો શૂટ કરીને પ્રકાશિત કર્યો હતો. 

નોંધનીય છે કે દિલ્હીમાં પ્રદૂષણ માટે અલગ અલગ પરિબળોને કારણભૂત માનવામાં આવે છે જેમાં મુખ્યત્વે શહેરમાં ચાલતા વાહનો અને શહેરની અંદર ચાલતા કન્સ્ટ્રકશનના કામોથી ઉડતા રજકણો અને હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં પાકની પરાળ બાળવાથી નીકળતા ધુમાડાને કારણે આ સ્થિતિ સર્જાય છે તેવું કહેવાય છે. સરકારે પણ સક્રિય રીતે આ માટે કાયદાઓ બનાવ્યા છે પણ તેનું અમલીકરણ થતું નથી. 

આ વર્ષે કોરોનાને કારણે દિલ્હીમાં પ્રદૂષણ શરૂઆતમાં ઓછું જણાતું હતું પરંતુ અનલોકની પ્રક્રિયા બાદ ફરીથી રાજધાનીમાં પ્રદૂષણે માથું ઉચક્યું અને વળી દિવાળીમાં ફટાકડા ફૂટવાથી આ સ્થિતિ વધુ વિકટ બને તેવી સંભાવના છે.  

સંકળાયેલા મુદ્દાઓ

delhi pollution દિલ્હી પ્રદૂષણ Pollution

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ