બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / દિલ્લીએ તેમના ઇતિહાસનો સૌથી મોટો કર્યો રનચેઝ, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું

DC vs RR / દિલ્લીએ તેમના ઇતિહાસનો સૌથી મોટો કર્યો રનચેઝ, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું

Nirav Kumar

Last Updated: 12:33 AM, 2 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરના માનસિંહ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત દિલ્હી કેપિટલ્સના ઈતિહાસની સૌથી મોટી જીત છે. જેમાં તેને 226 રન ચેઝ કર્યા હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 43 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાંદિલ્હી કેપિટલ્સે 226 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી લીધી હતી. આ મેચ IPL માં તેમની સૌથી મોટો રન ચેઝ છે. દિલ્હીએ 5 બોલ બાકી રહેતા 3 વિકેટ ગુમાવીને રન ચેઝ કર્યો હતો અને 7 વિકેટથી જીત મેળવી હતી.

આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 226 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં, દિલ્હી કેપિટલ્સે માત્ર 19.1 ઓવરમાં મેચ જીતી લીધીહત. જેમાં દિલ્હી તરફથી કેએલ રાહુલે 40 બોલમાં 752 રન બનાવ્યા હતા. પથુમ નિસાન્કાએ પણ 33 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે નીતિશ રાણાએ 17 બોલમાં 33 રન એડ કર્યા હતા. તો આશુતોષ શર્માના 15 બોલમાં અણનમ 25 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સના 11 બોલમાં અણનમ 18 રનની મદદથી દિલ્હીનો વિજય થયો હતો.

VTV DIGITAL

આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 225 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રિયાન પરાગે 50 બોલમાં 90 રનની ઇનિંગ રમી હતી. જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ધ્રુવ જુરેલે 30 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે ડેનોવન ફરેરાએ 14 બોલમાં 47 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જેમાં દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. જ્યારે કાયલ જેમીસન, અક્ષર પટેલ અને ટી નટરાજને એક-એક વિકેટ લીધી હતી.

આ જીત દિલ્હીનો 9 મેચમાં ચોથો વિજય હતો. જેનાથી તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આ દરમિયાન રાજસ્થાનનો દસ મેચમાં ચોથો પરાજય થયો અને 6 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથો ક્રમેં છે.

  • RR vs DC હેડ-ટુ-હેડ રેકોર્ડ

આ ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 31 મેચો રમાઈ છે. જેમાં રાજસ્થાન રોયલ્સનો 15 મેચમાં વિજય થયો છે તો દિલ્હીનો 15 મેચમાં વિજય થયો છે. જેમાં એક મેચ ટાઈ પડી હતી જેમાં દિલ્હી કેપિટલ્સ સુપર ઓવર જીતી હતી.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, કાયલ જેમિસન, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, ટી નટરાજન

ઈમ્પેક્ટ સબ્સ: ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કરુણ નાયર, અભિષેક પોરેલ, આકિબ નબી દાર.

વધુ વાંચો : જેસન હોલ્ડરનો કેચ કે ચીટિંગ? ભૂતપૂર્વ અમ્પાયર અનિલ ચૌધરીએ પુરાવા સાથે પાટીદારને ગણાવ્યા નોટ આઉટ

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા

ઇમ્પેક્ટ સબ્સ: એડમ મિલ્ને, દાસુન શનાકા, રવિ સિંહ, યશરાજ પુંજા, તુષાર દેશપાંડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Delhi Capitals Rajasthan Royals
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ