બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:48 PM, 28 March 2023
ADVERTISEMENT
એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાલે માનહાનિ મામલે ફરિયદા દાખલ કરાવી છે. જેમાં આ સમન્સ પાઠવાયું છે. કોર્ટે શિવસેના નેતા સંજય રાઉતને પણ સમન્સ મોકલ્યું છે. કોર્ટ હવે આ મામલે 17 એપ્રિલે સુનાવણી કરશે.
શું છે મામલો?
શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનામાં ગત દિવસોમાં એક લેખ લખાયો હતો. જેમાં શિવસેના (શિંદે જૂથ)ના નેતા રાહુલ રમેશ શેવાલનો ઉલ્લેખ કરાયો હતો. જે લેખને લઈને રાહુલ રમેશ શેવાલે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વિરૂદ્ધ દીવાની માનહાનિની ફરિયાદ દાખલ કરાવી હતી. શિવસેનાનો આરોપ છે કે, આ લેખથી તેમની છાપને નુકસાન થયું છે. જણાવી દઈએ કે, સામનાના જે લેખને લઈને રાહુલ રમેશ શેવાલે કેસ દાખલ કર્યો છે, તેમની હેડલાઈન હતી, 'રાહુલ શેવાલેની કરાચીમાં હોટલ, રિયલ એસ્ટેટનો બિઝનેસ!' શેવાલેનો આરોપ છે કે, તેમના વિરૂદ્ધ પાયાવિહોણા સમાચાર જાહેર કરવામાં આવ્યા અને તેમની સામાજિક છાપને નુકસાન પહોંચાડવામાં આવ્યું.
ADVERTISEMENT
જસ્ટિસ પ્રતીક જાલાને ઉદ્ધવ, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને આ સમન્સ મોકલ્યું છે. હાઈકોર્ટે ગુગલ, ટ્વિટર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને પોતાનો લેખિત જવાબ 30 દિવસમાં મોકલવાનો આદેશ કર્યો છે. શિવસેના નેતા રાહુલ શેવાલે તેમની ખરાબ છાપ કરનારા કન્ટેન્ટ સોશિયલ મીડિયા પરથી હટાવવાની માંગ પણ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.