બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / delhi high command confused due to the lobbying of big leaders for 4 seats in Rajkot

ટિકિટની ખેંચતાણ / રૂપાણીનો ભારદ્વાજ માટે 'ભાર', નરેશ પટેલ-વજુભાઈનું પણ લોબિંગ: ચાર હોટ સીટના કારણે BJP હાઈકમાન્ડ પણ મૂંઝવણમાં

Dhruv

Last Updated: 02:21 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ચૂંટણી પહેલા રાજકોટની 4 બેઠકો પર દિગ્ગજ નેતાઓએ લોબિંગ શરૂ કરતા ખુદ દિલ્હી હાઇકમાન્ડ પણ મૂંઝવણમાં મુકાયું.

  • રાજકોટની 4 બેઠક માટે ભાજપના મોટા નેતાઓનું લોબિંગ
  • દિગ્ગજ નેતાઓના લોબિંગથી હાઈકમાન્ડ પણ મૂંઝવણમાં
  • પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીનું નીતિન ભારદ્વાજ માટે લોબિંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે અને ભાજપે ઉમેદવારોની પસંદગી માટે મંથન પણ શરૂ કરી દીધું છે. આ તમામ વચ્ચે રાજકોટની 4 બેઠકો માટે ભાજપના મોટા નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. જેના કારણે દિલ્હી હાઈકમાન્ડ પણ મૂંઝવણમાં મૂકાયું છે.

નરેશ પટેલનું પણ રમેશ ટીલાળા માટે લોબિંગ
વિગતે વાત કરીએ તો રાજકોટમાં વજુભાઇ વાળાએ પોતાના મદદનીશ તેજસ ભટ્ટી અને ઉદય કાનગડ માટે લોબિંગ કર્યું છે. જ્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ કર્યું છે. જેમાં નરેશ પટેલે ગોવિંદ પટેલની બેઠક પર રમેશ ટિલાળા માટે ટિકિટ માગી છે. આ સાથે જ આ બેઠક પર આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીનું નામ પણ ચર્ચામાં છે, જ્યારે ડૉ.ભરત બોઘરાને પણ ગોવિંદ પટેલની બેઠકમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

પૂર્વ અને દક્ષિણ બેઠકમાં OBC દાવેદાર ગણિત બદલાવે તેવી શક્યતા
ઉપરાંત રાજકોટની પૂર્વ અને દક્ષિણ બેઠકમાં OBC દાવેદાર ગણિત બદલાવે તેવી શક્યતા જોવાઈ રહી છે, જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણીએ નીતિન ભારદ્વાજ માટે લોબિંગ કર્યું છે. આ બેઠકની રેસમાં કશ્યપ શુક્લ, ડૉ.દર્શિતા શાહ, અનિલ દેસાઈ અને કમલેશ મીરાણીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. સાથે જ રાજકોટ ગ્રામ્યમાં ભાજપ લાખાભાઈ સાગઠીયાને રિપીટ ન કરેતો મહિલા દાવેદારો રેસમાં હોવાનું લાગી રહ્યું છે. જેમાં કંચનબેન બગડા, ભાનુબેન બાબરીયા, બિંદીયાબેન સહિતના નામો ચર્ચામાં છે. શહેરની એક બેઠક OBCને ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ માંગને કારણે સમગ્ર ચિત્ર બદલાયું છે.

રાજકોટ વેસ્ટ સીટ પર 1985થી ભાજપનો દબદબો
1985થી રાજકોટ વેસ્ટ સીટ પર ભાજપનો દબદબો છે, જેમાં 2002માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજકીય સફરની પહેલી ચૂંટણી લડ્યા હતા, જોકે વજુભાઈ વાળાને રાજ્યપાલ બનતા 2014ની પેટાચૂંટણીમાં વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડ્યા હતા અને 24978 મતની જંગી બહુમતીથી ચૂંટાયા હતા.  આ વર્ષે આપ પણ જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઇને ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ રોડ શો કર્યા હતા, તેમાં રાજકોટ પણ સામેલ હતું. રાજકોટમાં કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, તેમાં મહિલાઓ પણ સામેલ હતી અને પાર્ટીના ઝંડા લઇને રાજકોટવાસીઓએ કેજરીવાલનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

દિનેશ કુંભાણી અને રમેશ ટીલાળા માટે નરેશ પટેલનું લોબિંગ
મહત્વનું છે કે, થોડા સમય અગાઉ જ  રમેશ ટીલાળા નરેશ પટેલ સાથે વડાપ્રધાનને મળવા ગયા હતા. ઉપરાંત તાજેતરમાં અમદાવામાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંને નેતાઑએ મુલાકાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે.  બીજી બાજુ હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ ઉઠાવી છે. આમ ખોડલધામના લોબીંગથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રમેશ ટીલાળા ગોંડલથી નહિ રાજકોટથી ચૂંટણી લડશે : રમેશ ધડુક
ઉલ્લેખનીય છે કે ગોંડલમાં હાલ ગોંડલ જૂથના જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજાએ ટિકિટની માંગ કરી છે. ટિકિટ માટે બે ક્ષત્રીય જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.  ત્યારે આ વિવાદને સમાવવા માટે પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા ચાલતી હતી અને રમેશ ટીલાળાએ રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીગ શરૂ કર્યું હોય તેવી ચર્ચા ચાલી હતી. ત્યારે ગઇકાલે આ મામલે રમેશ ધડુકએ ફોડ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે રમેશ ટીલાળા ગોંડલથી નહિ ટિકિટ મળશે તો રાજકોટથી ચૂંટણી લડશે. તેમ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ