બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Delhi Fridge Murder: Protests At Court, Boyfriend To Appear Via Video Link

ક્રાઈમ / શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં, કોર્ટે નાર્કો ટેસ્ટની આપી મંજૂરી

Hiralal

Last Updated: 05:03 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના અતિ ઘાતકી શ્રદ્ધા વોકર હત્યાકાંડના આરોપી આફતાબને કોર્ટે વધુ 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

  • દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડના આરોપી જેલમાં
  • કોર્ટે વધુ 5 દિવસ પોલીસ કસ્ટડીમાં સોંપ્યો
  • સુરક્ષાના કારણે વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં રજૂ કરાયો 

દિલ્હીના અતિ ઘાતકી શ્રદ્ધા વોકર હત્યાકાંડના આરોપી આફતાબ આમીન પૂનાવાલાને કોર્ટે 5 દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપી દીધો છે. સુરક્ષાના કારણોસર પોલીસે તેને રુબરુમાં નહીં પરંતુ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે પોલીસની માગ સ્વીકારીને લઈને તેને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.  પોલીસે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આરોપીને હિમાચલ અને ઉત્તરાખંડ લઈ જવાનો છે. સુનાવણી પહેલા સાકેત કોર્ટમાં કોર્ટરૂમની બહાર નારેબાજી શરૂ થઇ ગઇ છે. ત્યાં વકીલોએ આફતાબને ફાંસીની સજાની માગણી કરી હતી.

આરોપી આફતાબનો થશે નાર્કો ટેસ્ટ
કોર્ટે પોલીસને આરોપી આફતાબના નાર્કો ટેસ્ટની પણ મંજૂરી આપી છે કારણ કે આફતાબ સાચુ બોલી રહ્યો નથી અને તપાસને આડે પાટે ચડાવી રહ્યો છે. નાર્કો ટેસ્ટમાં તેનું જુઠ પકડાઈ જશે. 

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં સતત મોટા મોટા ખુલાસા

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં સતત મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી આફતાબની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તે આ ભયાનક ઘટનાના નવા-નવા રાઝ ખોલી રહ્યો છે. હવે પૂછપરછમાં ખુલાસો થયો છે કે આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેનો ચહેરો સળગાવી દીધો હતો. પોલીસની પૂછપરછ બાદ આફતાબે કહ્યું કે, તેણે પોતાની ઓળખ છુપાવવા માટે આવું કર્યું છે. આફતાબે કહ્યું કે શ્રદ્ધાના શરીરના બાકીના ટુકડાઓનો નિકાલ કરતા પહેલા જ તેણે માથાનું સળગાવી દીધું હતું જેથી કરીને ઓળખ છતી ન થઈ જાય અને તેણે આ બધી બાબતોની જાણકારી ઈન્ટરનેટ પરથી લીધી હતી. 

પાણીનું બીલ ઝીરો આવે છે છતાં આફતાબના ફ્લેટનું 300 રુપિયા આવ્યું શા માટે 
પોલીસ તપાસમાં એવ પણ ખુલાસો થયો છે કે આફતાબના ફ્લેટનું પાણીનું બીલ 300 રુપિયા આવ્યું હતું પરંતુ હકીકતમાં દિલ્હીમાં સરકાર દ્વારા 20,000 લીટર પાણી ફ્રી આપવામાં આવે છે અને કોઈ પણ રહેવાશી આનાથી વધારે પાણીની જરુર ન પડે પરંતુ આફતાબે કયા કારણે આટલું બધું વાપરી નાખ્યું કે 20,000 લીટરથી ઉપર તેને 300 રુપિયાનું બીલ આવ્યું તેની પોલીસ તપાસ કરશે. પોલીસને આશંકા છે કે શ્રદ્ધાની લાશ ધોતી વખતે આફતાબે પુષ્કળ પ્રમાણમાં પાણી વાપર્યું હોવાને કારણે પાણીનું બીલ આવ્યું છે. 

શું છે શ્રદ્ધા વોકર હત્યાકાંડ 
મે 2022માં આફતાબ અમીન પૂનાવાલાએ તેની 26  વર્ષીય લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી અને તેઓ 2019થી સાથે રહેતા હતા. તેમના માતાપિતાએ વાંધા ઉઠાવ્યા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. 18 મેના રોજ ઉગ્ર ઝગડ બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ પછી, ટુકડાઓને 18 દિવસ સુધી મેહરૌલીના જંગલોમાં ફેંકી દેતો હતો. શ્રદ્ધાના ગુમ થયાની પિતાની ફરિયાદ બાદ આ મામલો છ મહિનો બહાર આવ્યો હતો.  

કેવી રીતે ભાંડ્યો ફૂટ્યો
પિતાએ શ્રદ્ધા ગુમ થઈ હોવાની ફરિયાદ લખાવી ત્યાર બાદ પોલીસે શકને આધારે તેના લીવ ઈન પાર્ટનર આફતાબને  પૂછપરછ માટે બોલાવ્યો હતો. આફતાબે પોલીસને કહ્યું કે શ્રદ્ધા અહીઁથી મોબાઈલ અને સામાન લઈને  નીકળી હતી. પોલીસને તેને વળતો સવાલ પૂછ્યો કે જો શ્રદ્ધા 22 મેના દિવસે ઘર છોડીને જતી રહી હોય તો તેનું લોકેશન હજુ સુધી મહરોલી કેમ દેખાડે છે બસ આ સવાલનો જવાબ હત્યારો આફતાબ આપી શક્યો નહોતો અને તેણે બનેલું બધું કહી સંભળાવ્યું હતું.  

આફતાબે બાથરુમમાં લાશના 35 ટુકડા કર્યાં 
પોલીસને શંકા છે કે આરોપી આફતાબે બાથરુમમાં શ્રદ્ધાની લાશના 10 ટુકડા કર્યાં હતા ત્યાર બાદ તે શાવરમાંથી પાણી વહેવાતો હતો હતો જેથી જલદી શરીર કપાઈ જાય અને લોહી વહી જાય. 

પોલીસને અત્યાર સુધી શ્રદ્ધાના શરીરના 10 હાડકાં મળ્યાં 
આફતાબે દિલ્હીમાં પોતાની 'લિવ-ઈન પાર્ટનર' શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી, તેના 35 ટુકડા કરી લીધા હતા અને ધીમે ધીમે તેને જંગલમાં ફેંકી દીધા હતા. મળી આવેલા હાડકાં શરીરના પાછળના ભાગમાંથી છે. આ કેસમાં અત્યાર સુધી આવા 10 બોડી પાર્ટ્સ મળી આવ્યા છે. તેના શરીરનો મોટો ભાગ છે, જે રીડના હાડકાની નીચે જણાવવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ