બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Delhi Capitals coach Ricky Ponting is spoiled! Angry at the bowler in the live match
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની 35મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી અને રિષભ પંતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદના બેટ્સમેનોએ 20 ઓવરમાં ટીમને 266 રન સુધી પહોંચાડી હતી.
ADVERTISEMENT
Time to pick ourselves up and make a comeback at Kotla on Wednesday. pic.twitter.com/Z7I5Gqn96X
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2024
ADVERTISEMENT
ઓપનિંગ કરતી વખતે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પ્રથમ વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી. આ બંને બેટ્સમેનોએ પ્રથમ 5 ઓવરમાં ટીમના 100 રન પૂરા કર્યા હતા. જોકે, કુલદીપ યાદવે દિલ્હીને વાપસી કરાવી અને બંનેને એક પછી એક પેવેલિયન પરત મોકલી દીધા. અંતે હૈદરાબાદે આ મેચ 67 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.
First Game of IPL 2024 at Kotla. Here. We. Go. 💙🧡 pic.twitter.com/NaDYj7Rgro
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2024
ADVERTISEMENT
267 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર પૃથ્વી શૉ એક ઓવરમાં 4 ચોગ્ગા ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. એ સમયે ટીમના કોચ રિકી પોન્ટિંગ પણ નિરાશ દેખાઈ રહ્યા હતા. જો કે એક સમયે જેક ફ્રેઝર મેકગર્કે 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને દિલ્હીની આશા જગાવી હતી પરંતુ તે પણ 18 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દિલ્હીએ પ્રથમ 7 ઓવરમાં 109 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. હૈદરાબાદ તરફથી ટી નટરાજને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
આ મેચમાં દિલ્હીના બોલરોની જે રીતે પિટાઈ થઈ રહી હતી એ જોઈને પોન્ટિંગ ઘણી વખત ગુસ્સે થયો હતો પરંતુ ઈનિંગની 19મી ઓવરમાં ટીવી સ્ક્રીન પર એમનો ગુસ્સો જોવા મળ્યો હતો. છેલ્લી ઓવરોમાં નીચલા ક્રમના ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદની સામે નબળી બોલિંગને કારણે પોન્ટિંગનો ગુસ્સો વધી ગયો હતો અને આ ગુસ્સો બોલર ખલીલ અહેમદ પર હતો.
આ ઓવરમાં ખલીલે આટલી સરળ બોલિંગ કરી કે શાહબાઝે આ ઓવરમાં 3 સિક્સર ફટકારીને 20 રન બનાવ્યા હતા. બીજા છગ્ગા પછી કેમેરા સીધો દિલ્હીના ડગઆઉટ તરફ વળ્યો જ્યાં પોન્ટિંગ બેઠો હતો અને પોન્ટિંગ ખલીલ પર તેની ખરાબ બોલિંગ માટે ખૂબ ગુસ્સે થઈ રહ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: દિલ્હી પર હેડ-અભિષેકની આંધી: પાવરપ્લેમાં હૈદરાબાદે બનાવ્યા 125 રન, છગ્ગા-ચોગ્ગાનો વરસાદ
જણાવી દઈએ કે શાહબાઝ અહેમદે છેલ્લી ઓવરોમાં 29 બોલમાં 59 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને 266 રન સુધી પહોંચાડી દીધી, જે આઈપીએલના ઈતિહાસમાં ચોથો સૌથી મોટો સ્કોર છે. શાહબાઝે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.