બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:45 PM, 20 April 2024
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝનની મેચ નંબર-35 માં દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે કોઇપણ નુકશાન વિના 100થી વધુ રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ક્રિઝ પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ તોફાની રહી હતી. તેણે માત્ર 5 ઓવરમાં 100થી વધુ રન બનાવ્યા. આઈપીએલના ઈતિહાસમાં ઓવરોની દ્રષ્ટિએ ટીમની આ સૌથી ઝડપી સદી હતી. આ દરમિયાન ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી સાતમાંથી ત્રણ મેચ જીતી છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે છમાંથી ચાર મેચ જીતી હતી.
ADVERTISEMENT
FIVE OVERS into the innings...
💯 partnership is up between the #SRH openers 🧡
Follow the Match ▶️ https://t.co/LZmP9Tevto#TATAIPL | #DCvSRH pic.twitter.com/P7AMGyGdF2
ADVERTISEMENT
— IndianPremierLeague (@IPL) April 20, 2024
IPLમાં ટીમની સૌથી ઝડપી સદી (ઓવર દ્વારા)
ADVERTISEMENT
આ મેચ માટે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ-11માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઈજાના કારણે ઈશાંત શર્મા આ મેચ રમી શક્યો ન હતો, તેથી દિલ્હી કેપિટલ્સે ઝડપી બોલર એનરિક નોર્સિયાને તેમના પ્લેઈંગ-11માં સામેલ કર્યો હતો. સુમિત કુમારની જગ્યાએ ઓલરાઉન્ડર લલિત યાદવ પણ આ મેચ રમવા આવ્યો હતો. ડેવિડ વોર્નર પણ ઈજામાંથી સ્વસ્થ થઈને આ મેચ માટે ટીમમાં પરત ફર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
આઈપીએલમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 23 મેચ રમાઈ છે. આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદે 12 મેચ જીતી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે 11 મેચ જીતી હતી. આ પહેલા જ્યારે બંને ટીમો છેલ્લે સામસામે આવી હતી ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 9 રનથી મેચ જીતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.