બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ભારત / શું તમે જાણો છો કે તમારો એક વોટ કેટલો કિંમતી છે? ક્યાંથી આવે છે તેના પૈસા?

લોકસભા ચૂંટણી 2024 / શું તમે જાણો છો કે તમારો એક વોટ કેટલો કિંમતી છે? ક્યાંથી આવે છે તેના પૈસા?

Last Updated: 08:46 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી 68 તબક્કામાં યોજાઈ હતી, અને તેનો ખર્ચ અંદાજે 10.5 કરોડ રૂપિયા હતો. વર્ષ 2019માં ખર્ચ વધીને 50 હજાર કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયો. આ તમામ ચૂંટણી ખર્ચમાં, એક-એક વોટની કિંમત સારી એવી છે, જે દરેક ચૂંટણી સાથે વધતી જાય છે. તમારા એક વોટ પર કેટલા પૈસા ખર્ચાઈ રહ્યા છે તે સમજો.

લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે, બીજા 5 તબક્કાનું મતદાન થવાનું હજુ બાકી છે. ભારતની સરાકર બનાવતી આ ચૂંટણીઓ ઘણા ટુકડાઓઓમાં યોજાય છે જેથી સિસ્ટમ વ્યવસ્થા જળવાઈ રહે. આ દરમિયાન, ચૂંટણીમાં ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ કામે લાગેલા હોય છે. તેમનું કામ એ જોવાનું છે કે ચૂંટણી પારદર્શક રીતે થાય અને લોકો જેને ઇચ્છે તેને જ ચૂંટે. આ આખી કવાયત ખૂબ ખર્ચાળ છે, અને તેનો મોટો ભાગ આપણા વોટનો પણ છે. એટલે સુધી કે મોટાભાગના ચૂંટણી કર્મચારીઓને એક દિવસની ડ્યુટી માટે જે મહેનતાણું મળે છે એનાથી વધુ કિંમતી આપણો એક વોટ છે.

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS) લાંબા સમયથી ચૂંટણીમાં થતા ખર્ચ પર નજર રાખી રહ્યું છે. તે કહે છે કે દરેક ચૂંટણી ખર્ચના મામલામાં તેની અગાઉની ચૂંટણીઓને પાછળ છોડી રહી છે. CMS આ ગણતરીમાં લગભગ તમામ પ્રત્યક્ષ અને અદ્રશ્ય ખર્ચનો પણ સમાવેશ કરે છે.

election-commisiion-of-india

કઈ વસ્તુઓ પર ખર્ચાય છે પૈસા

ચૂંટણી પંચનો ખર્ચ, પક્ષોના પોતાના ખર્ચાઓ, લોકોની સુવિધાઓ પર ખર્ચ, એકંદરે તે તમામ બાબતોનો સમાવેશ થાય છે જે કોઈપણ દેશમાં ચૂંટણીમાં સામેલ હોય છે. આ વખતે દેશમાં 96.8 કરોડ મતદારો છે, જેઓ લાંબા અંતર અને દૂરના વિસ્તારોમાં પણ રહે છે. દરેક જગ્યાએ મતદાન કરાવવામાં ચૂંટણી કાર્યકરોનો આવવા-જવાનો ખર્ચ, રહેવા અને ખાવાનો ખર્ચ પણ આમાં સામેલ છે. ઇવીએમ પર ઘણા પૈસા ખર્ચ થતા રહ્યા. આ સિવાય મતદાર ઓળખ કાર્ડ બનાવવામાં પણ પૈસા ખર્ચ થયા છે. મતદાનમાં વપરાતી શાહી પણ ખર્ચનો એક ભાગ છે.

વહીવટી ખર્ચ પણ એક મોટો ભાગ છે

EC તેના અધિકારીઓ અને કર્મચારીઓને દૈનિક ધોરણે પૈસા આપે છે. જો તેઓ દૂર જઈ રહ્યા છે, તો પરિવહન, રહેવા અને ખાવાનો ખર્ચ પણ આમાં સામેલ છે. ECએ પોતે કહ્યું કે તેના પ્રિસાઇડિંગ ઓફિસરને 350 રૂપિયા મળે છે, જ્યારે પોલિંગ ઓફિસરને 250 રૂપિયા આપવામાં આવે છે. આમાં જમવાની રકમ અલગ છે, જે એક સમયના આધારે 150 રૂપિયા કે તેથી વધુ કે ઓછી હોઈ શકે છે.

voting-2

આના સિવાય કયો મોટો ખર્ચો છે?

આ અંગે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી. મતદારોની સંખ્યા સતત વધી રહી છે એટલું જ નહીં, હવે સોશિયલ મીડિયા પણ આવી ગયું છે. અનુમાને એક મોટો ખર્ચો સોશિયલ મીડિયા પર થવા લાગ્યો છે. જેમાં મતદારો તેમની ફરજ નિભાવે અને ચોક્કસ મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન પાછળ પણ નાણાં ખર્ચવામાં આવે છે. એટલે કે જો તેઓ મતદાન ન કરે તો સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ કામ નકામા છે.

ક્યારે, કેટલો ખર્ચ થયો?

વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે લોકસભા ચૂંટણીમાં 3870 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. CMS રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં આ ખર્ચ વધીને 50 હજાર કરોડ થઈ ગયો. હવે આવી રહ્યા છીએ આ ચૂંટણી પર. એવું માનવામાં આવે છે કે આ છેલ્લી ચૂંટણીની લગભગ બમણી રકમ એટલે કે 1 લાખ કરોડ રૂપિયા હશે. આ ચૂંટણી 7 તબક્કામાં 45 દિવસ સુધી ચાલશે. 4 જૂને પરિણામ આવશે. ત્યાં સુધી ચૂંટણી વિભાગ સંપૂર્ણ એલર્ટ રહેશે.

voting-3

કેમ વધી રહ્યો છે ખર્ચ?

ચૂંટણીમાં વધતો ખર્ચ બહુ આશ્ચર્યજનક નથી. પ્રથમ ચૂંટણીમાં 53 પક્ષોના 1800થી વધુ ઉમેદવારો હતા. આ માટે અંદાજે 2 લાખ પોલિંગ બૂથની જરૂર પડી હતી. વર્ષ 2019માં સેંકડો પક્ષોના હજારો ઉમેદવારો થઈ ગયા. આ માટે લગભગ 10.5 લાખ પોલિંગ બૂથની જરૂર પડી હતી. ચૂંટણી પર થતા ખર્ચની રકમ એ વાત પર પણ નિર્ભર કરે છે કે ચૂંટણી પ્રક્રિયા કેટલી લાંબી છે. ઓછા તબક્કામાં અને ઓછા દિવસોમાં યોજાતી ચૂંટણીઓમાં ખર્ચ ઓછો થાય છે. પરંતુ ભારતની લંબાઈ અને પહોળાઈ અને અન્ય ઘણી જટિલતાઓને ધ્યાનમાં લેતા આ એટલું સરળ નથી.

એક મત પર કેટલા પૈસા ખર્ચ થાય છે?

આપણા વોટ પર અલગથી કોઈ ખર્ચ નથી થતો, પરંતુ સમગ્ર પ્રયાસ આ એક વોટ માટે છે. આવી સ્થિતિમાં કુલ ખર્ચ અને મતદારોને જોઈને અંદાજો લગાવી શકાય છે. હાલમાં આપણે ત્યાં 96.8 કરોડ મતદારો છે. આવી સ્થિતિમાં કુલ ચૂંટણી ખર્ચ પર નજર કરીએ તો એક મતનો ખર્ચ હજાર રૂપિયાથી થોડો જ ઓછો હશે. મતલબ કે ચૂંટણી અધિકારીઓને એક દિવસમાં જે પૈસા મળી રહ્યા છે તે પણ આપણા મતો પાછળ ખર્ચવામાં આવેલા નાણાં કરતાં ઓછા ગણી શકાય. જોકે, શરૂઆતની ચૂંટણીમાં એક વોટ પાછળ એક રૂપિયાથી પણ ઓછો ખર્ચ થતો હતો.

વધુ વાંચો: રાહુલ ગાંધી માટે રાયબરેલીની સીટ પર જીત મેળવવી કંઇ આસાન નથી! ચૂંટણી દર ચૂંટણીએ વધ્યો છે ભાજપનો દબદબો

ક્યાંથી આવે છે આ પૈસા

કાયદો અને વ્યવસ્થા મંત્રાલયે ઓક્ટોબર 1979માં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકસભાના ચૂંટણી ખર્ચની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્રની છે. તેવી જ રીતે રાજ્યસભાની ચૂંટણીનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. જો બંને ચૂંટણી એકસાથે યોજાતી હોય તો બંને ખર્ચ વહેંચે છે. જેમ કે આ વખતે 13 મેના રોજ 4 રાજ્યોમાં પણ મતદાન થશે. આમાં કેન્દ્ર અને રાજ્ય બંને ભાગીદારી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ