Rajnath Singh In Lok Sabha News: રાજનાથ સિંહ ચંદ્રયાન-3, આદિત્ય L1 પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અધીર રંજને તેમને અટકાવ્યા અને પૂછ્યું કે શું તેમનામાં ચીન પર ચર્ચા કરવાની હિંમત છે ?
લોકસભામાં અધીર રંજન ચૌધરી અને રાજનાથ સિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી
અધીર રંજને રાજનાથસિંહને પૂછ્યું કે શું તેમનામાં ચીન પર ચર્ચા કરવાની હિંમત છે ?
ઇતિહાસમાં ન લઈ જાઓ, અમારામાં પૂરી હિંમત છે: રાજનાથ સિંહ
લોકસભામાં ગુરુવારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત જાણે એમ છે કે, જ્યારે રાજનાથ સિંહ ચંદ્રયાન-3, આદિત્ય L1 સહિત વિવિધ સુરક્ષા પાસાઓ પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અધીર રંજને તેમને અટકાવ્યા અને પૂછ્યું કે શું તેમનામાં ચીન પર ચર્ચા કરવાની હિંમત છે ? આના પર રાજનાથ સિંહે કહ્યું કે, મારામાં પૂરી હિંમત છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે બોલવાનું શરૂ કરતાં જ અધીર રંજન સહિત અનેક સાંસદોએ કહ્યું કે, ચીને આપણી સરહદનો કેટલો ભાગ કબજે કર્યો છે? તેના પર રાજનાથ સિંહે કહ્યું કે, ઇતિહાસમાં ન લઈ જાઓ. અધીર રંજન જી, અમારામાં પૂરી હિંમત છે. ચીન પર પણ... હું ચર્ચા માટે તૈયાર છું અને છાતી પહોળી કરીને ચર્ચા કરવા તૈયાર છું.
રાજનાથ સિંહે ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા ચોક્કસપણે આપણા માટે મોટી ઉપલબ્ધિ છે, કારણ કે એક તરફ દુનિયાના મોટાભાગના વિકસિત દેશો છે, જે આપણા કરતા વધુ સંસાધનથી સમૃદ્ધ હોવા છતા ચંદ્ર સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ અમે ખૂબ જ મર્યાદિત સંસાધનો સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયા છીએ. સૌ પ્રથમ હું આ સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકો અને વ્યાપક ભારતીય વૈજ્ઞાનિક સમુદાયને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજે માત્ર મને જ નહીં, સરકારને જ નહીં, આ ગૃહને જ નહીં, સમગ્ર દેશને આ વૈજ્ઞાનિકો પર ગર્વ છે.
VIDEO | "I believe this is a matter of pride for all those who feel proud of their nation and its achievements. I congratulate the scientists of ISRO and broader Indian scientific community for this success," says Union minister @rajnathsingh on Chandrayaan-3 in Lok Sabha. pic.twitter.com/XskztRi4bY
મહિલા અનામત બિલ રજૂ
હાલમાં સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. તે લોકસભામાં પસાર થઈ ગયું. તેના સમર્થનમાં 454 સાંસદોએ મતદાન કર્યું હતું. આ બિલના વિરોધમાં માત્ર બે વોટ પડ્યા હતા. લોકસભામાં બિલ પાસ થયા બાદ PM મોદીએ ગુરુવારે લોકસભામાં કહ્યું, ગઈકાલે ભારતની સંસદીય યાત્રાની સુવર્ણ ક્ષણ હતી. આ ગૃહના તમામ સભ્યો તે સોનેરી ક્ષણને પાત્ર છે. ગઈ કાલનો નિર્ણય અને આજે જ્યારે આપણે રાજ્યસભા (બિલ પસાર થયા પછી) છેલ્લા તબક્કાને પાર કરીશું ત્યારે દેશની માતૃશક્તિના મૂડમાં જે પરિવર્તન આવશે અને જે આત્મવિશ્વાસ પેદા થશે તે એક અકલ્પનીય શક્તિ બનીને ઉભરી આવશે.