બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Decision to pay higher assistance of Rs 15 lakh to the heirs of a teacher who died during Lok Sabha elections
Last Updated: 04:59 PM, 19 April 2024
લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને ઉચ્ચક સહાય 15 લાખ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આને લઇને પરપિત્ર બહાર પાડવામાં આવ્યો છે.. વળતરની રકમ તેમને મળતા લાભો ઉપરાંતની હશે. મહત્વપૂર્ણ છે કે પોલીસ સ્ટાફને તાલીમ આપી પરત જતા શિક્ષકના અકસ્માતની ઘટના સામે આવી હતી.. જેને લઇને હવે આ નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
ચૂંટણી દરમિયાન મોટાપાયે સરકારી કર્મચારીઓ ચૂંટણી સાથે જોડાયેલી ફરજ બજાવતા હોય છે. જેથી કરીને મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે.
અલગ-અલગ પોસ્ટ પર સરકારી કર્મચારીઓને કરાય છે તૈનાત
ADVERTISEMENT
આ માટે સરકારી કર્મચારીઓને ચૂકવણુ પણ આપવામાં આવે છે. જે તેમને જે જવાબદારી સોંપવામાં આવી હોય તેને આધારિત હોય છે.. ચૂંટણી દરમિયાન અલગ-અલગ પોસ્ટ પર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પ્રિસાઇડિંગ ઓફિસરને 1550 રૂપિયા આપવામાં આવે છે.
ADVERTISEMENT
ચૂંટણી ફરજ બજાવતા પ્રથમ મતદાન કર્મચારીને 1150 રૂપિયા અને બીજા મતદાન કર્મચારીને 900 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે. આ સિવાય ચૂંટણી માટે અનામત રાખવામાં આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરને 850 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.