બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / Veteran leaders including Amit Shah and CR Patil filled the nomination form
Last Updated: 02:14 AM, 21 April 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભાના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમણે 12:39 વાગ્યાના વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નાના કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. ગાંધીનગર લોકસભામાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ મારા માટે ગૌરવની ક્ષણ છે. આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઈને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે.
ADVERTISEMENT
3 વખત નવસારીના લોકોએ મને જીતાડ્યો છેઃ સી.આર.પાટીલ
નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફોર્મ ભર્યું હતું. સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રીજી વખત નવસારીનાં લોકોએ મને જીતાડ્યો છે.
વધુ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ
ADVERTISEMENT
રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યુ
રાજકોટ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું હતું. સોગંદનામામાં પરેશ ધાનાણીએ હાથ પરની રોકડ રૂા. 1,04,331 બતાવી હતી. 2022-23 માં 12,69,510 આવક થઈ હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે 380 ગ્રામ સોનું હોવાનું દર્શાવ્યું હતું. પરેશ ધાનાણી પાસે માલિકીની કાર ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ધાનાણી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની દર્શાવી છે. તેમજ સ્થાવર મિલકત અંદાજિત 1.25 કરોડની હોવાનું દર્શાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.