ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Gujarat Subordinate Service Selection Board Junior-Senior Clerk Exam Postponed
Last Updated: 02:34 PM, 19 April 2024
ADVERTISEMENT
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો