બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / decision of the senior leaders not to contest the party or their own? vijay Rupani

ઇલેક્શન 2022 / સિનિયર નેતાઓનો ચૂંટણી નહીં લડવાનો નિર્ણય પાર્ટીનો હતો કે પોતાનો? રૂપાણીએ જુઓ શું આપ્યો જવાબ

Kishor

Last Updated: 07:20 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પૂર્ણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મલ્લિકાર્જૂન ખડગેના વિવાદિત નિવેદન અને ચુંટણી ન લડવા અંગે નિવેદન આપ્યું હતું.

  • મલ્લિકાર્જૂન ખડગેના વિવાદિત નિવેદન પર રૂપાણીની પ્રતિક્રિયા
  • રાવણ સાથેની તુલના ગુજરાતીઓનું અપમાન : રૂપાણી
  • આ નિવેદનથી કોંગ્રેસને નુકસાન થશે : રૂપાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે. ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાંએ પહોચ્યો છે.  પ્રચારકો એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે.  તેવામાં ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવેલા મલ્લિકાર્જૂન ખડગેએ ગઇકાલે વડાપ્રધાન મોદીને લઇને નિવેદન આપ્યુ હતુ. જેને લઇને ભાજપના અલગ અલગ નેતાઑમાં વિરોધ છેડાયો  છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને ખડગેના નિવેદન સામે પ્રતિક્રિયા આપ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિવેદન સામે આવ્યું છે.


 
આ વખતે કોંગ્રેસ માત્ર પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે : રૂપાણી
મલ્લિકાર્જૂન ખડગેના વિવાદિત નિવેદન પર વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી કહ્યું કે, વડાપ્રધાનની રાવણ સાથેની તુલના ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાત ચુંટણી ટાણે આ નિવેદનથી કોંગ્રેસને નુકસાન થશે. ગુજરાતીઓ આ ટિપ્પણીને ક્યારેય સહન નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે 2017માં કોંગ્રેસની લહેર હતી. જેને લઇને કોંગ્રેસ માનતી હતી કે તેની સરકાર બનશે. પાટીદાર આંદોલન, ઉનાકાંડને લઇને કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી. પરંતુ 5 વર્ષમાં કોઇ આંદોલન થયું નથી.

બીજી બાજુ 15 MLA ભાજપમાં આવી ગયા હોવાથી આ વખતે કોંગ્રેસ નિરાશ છે. જેને લઇને આ વખતે કોંગ્રેસ માત્ર પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. તો કેજરીવાલ કોંગ્રેસની બેઠકોમાંથી જીત મેળવશે તેવું માને છે. પરંતુ આ વખતે માહોલ અમારી તરફેણમાં હોવાનો વિજય રૂપાણીએ દાવો કર્યો હતો. 

ચુંટણી ન લડવાના કારણમાં જુઓ શું બોલ્યા વિજય રૂપાણી ?
ચુંટણી ન લડવાના પાછળના કારણ અંગે જણાવતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ વખતે યુવાઓને મોકો મળે તે માટે ભાજપના નેતાઑએ સાથે મળીને નિર્ણય લીધો હતો. જેના માટે અમે સિનિયર નેતાઓએ એક સૂર થઈ ચુંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. વધુમાં તેમણે દાવો કર્યો કે આ વખતે રાજકોટમાં નવા લોકોને મોકો આપ્યો છે. જે ચારે'ય સીટ પર અમારી જીત નક્કી છે. કારણ કે રાજકોટ વર્ષોથી ભાજપનું ગઢ છે.


જુઓ મલ્લિકાર્જુન ખડગે શું બોલ્યા હતા? 
 ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુજરાત ચુંટણીના પ્રચારને લઇને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે મોદી લોકોને પોતાનો ચહેરો જોઈ મત કરવા હાંકલ કરે છે. તો શું એ રાવણની જેમ એક કરતા વધુ માથા છે કે અલગ-અલગ મતની માગણી કરો છો? જેને લઇને  ચારેકોર શાબ્દિક યુદ્ધ જામ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ